મનોરંજન

કપિલ શર્મા દારૂ પીને અમિતાભ બચ્ચન સામે પહોંચ્યો, બીગ બીએ કહી હતી આ મોટી વાત

કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ઝ્વીગાટો રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કપિલ શર્મા ખૂબ જ સંવેદનશીલ ભૂમિકામાં જોવા મળ્યો છે. અભિનેતાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરી અને અમિતાભ બચ્ચન સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો.

કપિલ શર્માં ઝ્વીગાટો લઈને ચર્ચામાં

કપિલ શર્મા ઘણા સમયથી પોતાની કોમેડીથી ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. આ અભિનેતાએ તેના લોકપ્રિય કોમેડી શો ધ કિપલ શર્મા શોથી બધાને હસાવ્યા છે. ત્યારે આ દિવસોમાં આ અભિનેતા તાજેતરમાં રિલીઝ થયેલી ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર બનેલી ફિલ્મ ઝ્વીગાટો લઈને ચર્ચામા આવ્યો છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન કપિલ શર્માએ પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી બધી ઘટનાઓ વિશે વાત કરી હતી.

કપિલ શર્મા-humdekhengenews

કપિલ શર્મા દારુ પીને બીગ બીને મળવા પહોંચ્યો

કપિલે તે કિસ્સો પણ જણાવ્યો જ્યારે તે કામકાજને લઈને બિગ બીને મળ્યો હતો. ત્યારે તે નશામાં હતો. પછીથી અભિનેતાએ આ માટે બિગ બીની માફી પણ માંગી હતી. કપિલ શર્મા તેની ફિલ્મ માટે અમિતાભ બચ્ચન પાસેથી વોઈસઓવર કરવવા માંગતો હતો. આ માટે તેણે બિગ બીને મેસેજ કરીને મદદ માંગી હતી. અમિતાભ બચ્ચન પણ આ માટે સંમત થયા હતા. પરંતુ જ્યારે અમિતાભ બચ્ચન વોઈસ ઓવર માટે ત્યાં પહોંચ્યા ત્યારે કપિલ શર્મા માટે તેમનું સ્વાગત કરવું જરૂરી હતું. પરંતુ કપિલ શર્મા તે કરી શક્યો ન હતો.

કપિલ શર્મા આ બિમારીનો શિકાર હતો

કપિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન જણાવ્યું કે તે સમયે તે anxietyનો શિકાર હતો. આ કારણે તેને લોકોને મળવાનું વધારે પસંદ નહોતું. કપિલ બધાથી દૂર રહેતો હતો અને કોઈની સાથે વધારે વાત પણ કરતો નહોતો. આવી સ્થિતિમાં કપિલ શર્મા માટે અમિતાભ બચ્ચન જેવી મોટી હસ્તી સામે આવવું થોડું મુશ્કેલ હતું. તે સમયે તે દારૂ પીતો હતો. આવી સ્થિતિમાં તે બિગ બીને મળવા ડ્રિંક કરીને સ્ટુડિયો ગયો હતો. કપિલે તેનો પરિચય તેની પત્ની ગિન્ની સાથે પણ કરાવ્યો હતો.

કપિલ શર્મા- બીગ બી-humdekhengenews

બીગ બીએ કહી આ મોટી વાત

પરંતુ બાદમાં કપિલ શર્માને આ વાતનું ઘણું દુઃખ થયું. તેણે આ માટે અમિતાભ બચ્ચનની વોટ્સએપ પર માફી માંગી હતી. આ પછી અમિતાભ બચ્ચને પણ કપિલ શર્માને પ્રોત્સાહિત કર્યા હતા. અને બીગ બીએ કપિલન એક લાંબો સંદેશ પણ લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે જીવનમાં પડકારો આવતા જ રહે છે પરંતુ આપણે આ પડકારોનો સામનો કરીને આગળ વધવાનું છે. અમિતાભ બચ્ચનની આ વાતથી કપિલ શર્માને ઘણી સકારાત્મકતા મળી.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ આ સ્ટાર કિડને ગણાવી બોલિવૂડની આગામી સુપરસ્ટાર

Back to top button