કપડવંજ: વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા


- શાળાના વિધાર્થીઓએ પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષયક સ્માર્ટ ડસ્ટબીન મોડલ રજૂ કર્યું: જેને પ્રથમ ક્રમ મળ્યો
કપડવંજ: તોરણા પ્રાથમિક શાળામાં કપડવંજ તાલુકા કક્ષાનો ૨૪ મો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળામાં વિભાગ-૫માં નવાબોભા પ્રાથમિક શાળાના પરમાર દક્ષાબેન લાલસિંહ, ચૌહાણ વિલાસબેન પ્રતાપસિંહ અને વિભાગ -૨માં શાળાના બાળ વૈજ્ઞાનિક ચૌહાણ ધનરાજ, ચૌહાણ નવનીત, ચૌહાણ હર્ષદભાઈ, ચૌહાણ રોહિતભાઈએ શાળાના શિક્ષક ધવલ બારોટના માર્ગદર્શક હેઠળ ભાગ લીધો હતો. જેમાં વિભાગ-૨ માં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા.
શાળા પરિવારે બાળ વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન
નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ-૨માં પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષયક સ્માર્ટ ડસ્ટબીન મોડલ રજૂ કર્યું હતું. જેમાં તેઓ તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે રહ્યા હતા. શાળાના આચાર્ય તથા શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: વિકાસલક્ષી યોજનાઓના પ્રચારાર્થે પટકથા માટે લેખકોને નિમંત્રણ