ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ક્યા ગુંડા બનેગા તું: પિસ્તોલ અને ચાકૂ લઈ બેન્ક લૂંટવા આવ્યા ચોર, ગાર્ડે મારી મારી ભૂત બનાવી દીધા

Text To Speech

કાનપુર, 19 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના કાનપુર ઘાટમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી પતારા SBI બેન્કમાં લૂંટનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

આ ઘટનાના સીસીટીવી ફુટેજ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં લૂંટારો અને બેન્ક કર્મચારીઓ તથા સુરક્ષા ગાર્ડની વચ્ચે થયેલી મારામારી જોઈ શકાય છે.

પિસ્તોલ અને ચાકૂ લઈને કર્યો હુમલો

ફુટેજમાં દેખાય છે કે લૂંટ કરવા આવેલા શખ્સ પિસ્તોલ અને ચાકૂ લઈને આવ્યો હતો અને તેણે બેન્કમાં ઘુસીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જો કે બેન્કના સુરક્ષા ગાર્ડ અને કર્મચારીઓએ સાહસ બતાવતા આ ચોરને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ગાર્ડ અને અન્ય કર્મચારીઓએ મળીને ચોરને ચોરી કરતા તો રોક્યો સાથે જ તેને ધોઈ નાખ્યો હતો.

કેવી રીતે લૂંટ થતા રોકી

આ ઘટના સોમવાર બપોરની છે, જ્યાં બેન્ક પોતાના નિયત સમયે કામ કરી રહી હતી. આ દરમ્યાન હથિયારો સાથે એક ચોરે બેન્કમાં ઘુસીને આતંક ફેલાવાની કોશિશ કરી. પણ ગાર્ડ અને કર્મચારીઓએ પોતાનું ધૈર્ય અને બહાદૂરી બતાવતા લૂંટારાનો પ્લાન ફેલ કરી દીધો હતો.

સીસીટીવી ફુટેજમાં પુરાવા મળ્યા

ઘટનાના સીસીટીવી ફુટેજ પોલીસના હાથે લાગ્યા છે. જે ચોરીની ઘટનાને ઉજાગર કરે છે. ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લૂટારા કેવી રીતે બેન્ક પર કબજો કરવાની કોશિશ કરી રહ્યા હતા. પણ ગાર્ડ અને સ્ટાફે તેમને ચારે તરફથી ઘેરી લીધા.

આ પણ વાંચો: ગાઝિયાબાદ: ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી, એક મહિલા સહિત ત્રણ બાળકોના મૃત્યુ

Back to top button