કનપ્પાનું બીજું ટીઝર રિલીઝ, અક્ષય અને પ્રભાસે લોકોને આશ્ચર્યમાં મૂક્યા!


- મોસ્ટ અવેઈટેડ માઈથોલોજિકલ ફિલ્મ ‘કનપ્પા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું પ્રોડક્શન મોહન બાબુ અને તેમના પુત્ર વિષ્ણુ મંચૂએ કર્યું છે
HD ન્યુઝ ડેસ્કઃ સાઉથ સિનેમાની મોસ્ટ અવેઈટેડ માઈથોલોજિકલ ફિલ્મ ‘કનપ્પા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર 1 માર્ચના રોજ રિલીઝ થયું હતું. આ ફિલ્મનું પ્રોડક્શન મોહન બાબુ અને તેમના પુત્ર વિષ્ણુ મંચૂએ કર્યું છે. આ સાથે બંને નિર્માતાઓ પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. પ્રભાસ અને અક્ષય કુમારના પાત્રો ખૂબ જ ચર્ચામાં છે.
ફિલ્મનું ટીઝર શનિવારે ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટીઝર વિશે માહિતી આપતી લિંક શેર કરી. ફિલ્મનું આ 1.24 મિનિટનું ટીઝર એક મહિલાના અવાજથી શરૂ થાય છે.
જેમાં તે દેવીની મૂર્તિ સામે ઉભી રહે છે અને તેની જાતિના લોકોને ચેતવણી આપે છે. તે લોકોને કહે છે કે સંકટનો સમય આપણી ખૂબ નજીક આવી ગયો છે. દુશ્મન આપણી આદિજાતિનો નાશ કરવા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે ફિલ્મ નિર્માતા વિષ્ણુ મંચૂએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું કે લગભગ રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ ટીઝર આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રિલીઝ થશે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ 25 એપ્રિલ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં વિષ્ણુ મંચૂ, મોહન બાબુ, પ્રભાસ, મોહનલાલ, અક્ષય કુમાર, શરત કુમાર, કાજલ અગ્રવાલ, અર્પિત રંકા, બ્રહ્માનંદમ, સપ્તગિરિ, મુકેશ ઋષિ, મધુબાલા, કૌશલ અને આધાર રઘુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચોઃ કરીના કપૂર પછી આલિયા ભટ્ટે ચોંકાવનારો નિર્ણય લીધો, ફેન્સ નિરાશ