કન્નડ અભિનેત્રી આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, રાહુલ ગાંધીએ આ રીતે બચાવ્યો તેનો જીવ !
કન્નડ અભિનેત્રી અને પૂર્વ લોકસભા સાંસદ દિવ્યા સ્પંદનાએ કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારે તે આત્મહત્યાના વિચારોથી સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેમને ભાવનાત્મક ટેકો આપ્યો હતો. તેણે કન્નડ ટીવી ટોક શોમાં આ વાત કહી હતી. દિવ્યા સ્પંદના તેના પિતાના મૃત્યુ બાદ ભાંગી પડી હતી. તેને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. તેણીએ કહ્યું, હું મારા પિતાને ગુમાવ્યાના બે અઠવાડિયા પછી સંસદમાં હતી. હું ત્યાં કોઈને ઓળખતી નહોતી. કંઈ ખબર નહોતી. સંસદની કાર્યવાહી પણ જાણી શકાતી ન હતી. આ દરમિયાન દિવ્યા સ્પંદનાએ જણાવ્યું કે તેણે પોતાના દુ:ખનો ઉપયોગ તેના કામમાં કર્યો અને ધીમે ધીમે બધું શીખી લીધું. તેમણે કહ્યું કે મંડ્યાના લોકોએ તેને વિશ્વાસ આપ્યો. તમને જણાવી દઈએ કે દિવ્યા સ્પંદના કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ પણ રહી ચુકી છે.
આ પણ વાંચો : Bihar : બિહારની મહિલા શિક્ષક ગુજરાતમાં રહી છેલ્લા 5 મહિનાથી પગાર લેતી રહી !
આત્મહત્યાના વિચાર અંગે તેમણે કહ્યું કે જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે રાહુલ ગાંધી તેમને ભાવનાત્મક રીતે ટેકો આપવા હાજર હતા. તેમણે કહ્યું, મારા જીવનમાં મારી માતાનો સૌથી મોટો પ્રભાવ છે. તેમના પછી મારા પિતા અને પછી રાહુલ ગાંધી. દિવ્યા સ્પંદનાએ કહ્યું કે તેના પિતાના મૃત્યુ પછી તેમણે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તે ચૂંટણી પણ હારી ગઈ. તેમણે કહ્યું, તે દરમિયાન, રાહુલ ગાંધીએ મને મદદ કરી અને મને ભાવનાત્મક રીતે પણ ટેકો આપ્યો. દિવ્યા સ્પંદના વર્ષ 2012 માં યુથ કોંગ્રેસમાં જોડાઈ હતી. વર્ષ 2013 માં, તેણીએ કર્ણાટકમાં માંડ્યા લોકસભા બેઠક માટે પેટાચૂંટણી લડી અને જીતી હતી. જો કે ગયા વર્ષે તેણે ફિલ્મોમાં વાપસીની જાહેરાત કરી હતી. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ બનાવ્યું છે.