કોરોનાની બૂમો વચ્ચે પણ કાંકરિયા કાર્નિવલ રાબેતા મુજબ ચાલુ
કોરોનાના કપરા કાળ બાદ ત્રણ વર્ષ પછી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. તે સાથે આ વર્ષે ફ્લાવર સો પણ યોજાવાનો છે. જેને લઈને પ્રશાસને કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શો નિયત સમયે જ યોજાશેનો નિર્ણય લીધો છે. જેને લઈને અલગ અલગ કામગીરીઓની તૈયારી પણ શરુ કરી દીધી છે. ત્યારે બે વર્ષ સુધી કોરોના અને ગત વર્ષે તમામ કાર્યક્રમો રદ્ હોવાના કારણે કાર્નિવલ યોજાયો ન હતો. પણ આ વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નીવલ યોજાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 7 વર્ષ બાદ યોજાનારી નેશનલ ગેમ્સની જાણો કેવી છે તડામાર તૈયારી
કાંકરિયા કાર્નિવલના સમયમાં કોઈ ફેરફાર નહીં
અમદાવાદમાં દર વર્ષે કાકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતુ હોય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને કારણે યોજાયો ન હતો પણ હવે કોરોનાએ ફરી દેખાવો દીધો છે તે બાદ પણ ગાઈડલાઈનના પાલન સાથે નિયત સમય મુજબ જ યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ફ્લાવર શો પણ 1 જાન્યુઆરીથી યોજાવાનો છે. ત્યારે ફ્લાવર શોને લઈને પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 25 થી 31 ડિસે. સુધીમ યોજાશે કાંકરિયા કાર્નિવલ યોજાશે તેમજ 1 જાન્યુઆરીથી ફ્લાવર શો યોજાશે. જેને લઈને AMCએ તૈયારી શરૂ કરી છે.
કાર્નિવલ આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ ખાતે યોજાતો કાંકરીયા કાર્નિવલ જે હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ છેલ્લા ત્રણ વર્ષથી યોજાયો ન હતો. ત્યારે દરવર્ષે હજારો લોકો કાર્નિવલમાં ભાગ લેતા હોય છે અને તેનો નજારો માણતા હોય છે ત્યારે કોરોના કાળ બાદ આ વખતે પ્રશાસ કાર્નિવલની તૈયારીમાં લાગી ગયુ છે ત્યારે આ વખતે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નીવલ યોજાશે.