દિલ્હીમાં પ્રચાર વખતે કન્હૈયા કુમારને ફડાકો ઝીંકાયો, જુઓ વીડિયો
નવી દિલ્હી, 17 મે ; કોંગ્રેસના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવાર કન્હૈયા કુમારને શુક્રવારે (17 મે) પ્રચાર દરમિયાન એક યુવકે થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કન્હૈયા પર હુમલો દર્શાવતા એક વીડિયોમાં, એક વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે કન્હૈયા પીટને વાલા હૈ એટલે કે, કન્હૈયાને મારવામાં આવશે. તેના આટલું બોલ્યા પછી જ કાળી ટી-શર્ટ પહેરેલ યુવક, હાથમાં માળા લઈને અને તેને કન્હૈયાના ગળામાં મૂકવાના બહાને કન્હૈયાના ચહેરા પર થપ્પડ મારે છે.
भारत तेरे “टुकड़े होंगे टुकड़े होंगे” का सरग़ना इंडी गठबंधन का नॉर्थ ईस्ट दिल्ली से प्रत्याशी कन्हैया कुमार को लोगो ने पीटा।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) May 17, 2024
દરમિયાન હાજર ભીડ એ માણસને ઘેરી લે છે અને લોકો દ્વારા તેને મારવામાં આવે છે. વીડિયોમાં કેટલાક લોકોના શર્ટ પર લોહી પણ જોવા મળ્યું હતું. કન્હૈયાની ઈજા કેટલી હદે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ કોંગ્રેસના ઉમેદવારને આ રીતે જાહેરમાં ફડાકો ઝીંકી દેવામાં આવતા હાજર સૌ લોકો ચકીત થઈ જાય છે.