ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક-એક કરી માયાવતીના ગઢના કાંગરા ખરી રહ્યા છે, હવે આ સાંસદ ઉતરશે હાથી પરથી નીચે !

ઉત્તરપ્રદેશ, 25 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલા જોડ-તોડનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે, એક પછી એક નેતાઓ પાર્ટીઓ બદલી રહ્યાં છે. એવામાં આજે સાંસદ રવિવારે રિતેશ પાંડેએ(Ritesh Pandey) માયાવતીનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણી (loksbha election )પહેલા પૂર્વાંચલમાં બહુજન સમાજ પાર્ટીને વધુ મોટો ઝટકો લાગી શકે છે. તેના જૌનપુરના સાંસદ શ્યામ સિંહ યાદવ(Shyamsinh yadav) કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે આજે આગ્રામાં રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં ભાગ લીધો હતો. સંસદના બજેટ સત્ર દરમિયાન શ્યામ સિંહ યાદવ રાહુલ ગાંધીને મળ્યા હતા. તેઓ પોતાની કારમાં સંસદ ભવનથી 10 જનપથ સ્થિત રાહુલના નિવાસસ્થાને ગયા હતા. અગાઉ, શ્યામ સિંહ યાદવ પણ ભાજપમાં(BJP) જોડાય તેવી અટકળો હતી, જ્યારે તેમણે કેન્દ્રીય બજેટ અને યુપી સરકારના બજેટની પ્રશંસા કરી હતી.

BSPમાંથી શ્યામ સિંહ યાદવના બળવા અંગેની અટકળો 2022થી ચાલી રહી છે, જ્યારે તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે રાહુલ દેશમાં સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ યાત્રા કરી રહ્યા છે અને તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. રાહુલ ગાંધીએ તેમની મુલાકાતમાં હાજરી આપવા બદલ બસપાના સાંસદનો પણ આભાર માન્યો હતો અને તેમને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘સંસદના સભ્ય તરીકે, તમે ભારતના લોકતાંત્રિક બંધારણની કરોડરજ્જુ સમાન છો.

ઉલ્લેખનીય છે કે, આજે આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટીના લોકસભા સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાઈ ગયા છે. રવિવારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, ભાજપના યુપી પ્રભારી બૈજયંત પાંડા, યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. એવી અટકળો છે કે બહુજન સમાજ પાર્ટીના વધુ કેટલાક સાંસદો પાર્ટી છોડી દેશે. બસપાના ઘણા સાંસદો નવા વિકલ્પો શોધી રહ્યા છે. માયાવતીની આગેવાની હેઠળની બસપાએ સપા સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી અને 10 બેઠકો જીતી હતી.

બસપાના બે સાંસદ પહેલા જ પાર્ટી છોડી ચૂક્યા છે. અમરોહાના સાંસદ કુંવર દાનિશ અલીને(Kunwar Danish Aline) BSPએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હાંકી કાઢ્યા હતા. હવે તેઓ કોંગ્રેસ સાથે ગયા છે. તે જ સમયે, સપાએ ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીને 2024 માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. અન્ય એક સાંસદ મલુક નાગર RLDમાં સામેલ થવાની અટકળો પણ ચાલી રહી છે. તેઓ બિજનૌરથી બસપાના સાંસદ છે. લાલગંજ લોકસભા સીટના સાંસદ સંગીતા આઝાદના(sangita aazad) ભાજપમાં જોડાવાની અટકળો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે.

યુક્રેનના મિસાઈલ હુમલામાં સુરતના યુવકનું નિધન, રશિયન સેનામાં હતો કાર્યરત

 

Back to top button