મહારાષ્ટ્રની હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કંગનાએ વીડિયો શેર કર્યો, 2020 માં, મેં કહ્યું હતું…
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના મુખ્યમંત્રી પદ અને વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હવે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. રાજ્યમાં હવે ભારતીય જનતા પાર્ટી BJP અને એકનાથ શિંદેના જૂથની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. રાજકીય ઉથલપાથલની વચ્ચે બોલિવૂડની ‘પંગા ક્વીન’ એટલે કે કંગના રનૌતે એક વીડિયો શેર કરીને અભિમાન તોડવાની વાત કરી અને હનુમાનને શિવનો 12મો અવતાર કહીને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ પણ કર્યો.
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે હનુમાનને શિવના 12માં અવતાર સાથે જોડીને હુમલો કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
2020માં મેં કહ્યું કે લોકતંત્ર એક વિશ્વાશ છે
વીડિયોમાં કંગના કહી રહી છે કે, 1975 પછી આ સમય ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. 1975માં લોકનેતા જય પ્રકાશ નારાયણના એક લલકારથી લોકો આગળ આવે છે અને રાજગાદી છોડી દેશે તથા સિંહાસન પડી ગયું હતું. 2020માં મેં કહ્યું હતું કે લોકશાહી એક વિશ્વાશ છે અને જે આ માન્યતાને સત્તાના ઘમંડમાં તોડે છે, તેનું અભિમાન પણ તૂટવાનું નિશ્ચિત છે. તે કોઈ ચોક્કસ વ્યક્તિની શક્તિ નથી. આ સાચા ચારિત્ર્યની શક્તિ છે.
https://www.instagram.com/p/CfazZUTtncR/
શિવ પણ તેમને બચાવી શકતા નથી
કંગના અહીં જ ન અટકી તેણે વીડિયોમાં આગળ કહ્યું, હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી. હર હર મહાદેવ, જય હિન્દ, જય મહારાષ્ટ્ર.
પાપ વધે તો વિનાશ થાય
આ વીડિયોને શેર કરતા કંગનાએ કેપ્શનમાં લખ્યું- જ્યારે પાપ વધે છે, ત્યારે વિનાશ થાય છે અને ત્યાર બાદ સર્જન થાય છે… અને જીવનનું કમળ ખીલે છે. કંગનાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.