ટ્રેન્ડિંગમનોરંજન

કંગના રનૌતની ‘તેજસ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ! ફિલ્મને થયું 50 કરોડનું નુકસાન

Text To Speech
  • ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાની સાથે જ ફિલ્મનું કલેક્શન ઘણું નબળું રહ્યું

મુંબઈ: કંગના રનૌતની ‘તેજસ’ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી અને રિલીઝ થઈ ત્યારથી ફિલ્મ Tejas box office collection નું ઘણું નબળું જોવા મળ્યું હતું. એક રિપોર્ટ અનુસાર કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

‘તેજસ’ ફિલ્મના રિલિઝ પહેલાથી કંગના રનૌત આશા રાખીને બેઠી હતી કે તેની ફિલ્મ રિલીજની સાથે જ હિટ થઈ જશે. પરંતુ તેજસના રિલિઝ થયાની સાથે જ તેના કલેક્શન જેટલી આશા રાખી હતી તેના ચોથા ભાગનું પણ ન થયું. અભિનેત્રી કંગના નૌતની ફિલ્મ મણિકર્ણિકાને છોડી દો, ધાકડથી પંગા, જજમેન્ટલ હૈ ક્યાથી લઈને જયલીલા સુધી, અભિનેત્રીની તમામ ફિલ્મો ફ્લોપ રહી છે. હવે આ ફ્લોપ લિસ્ટમાં ‘તેજસ’નું નામ પણ સામેલ થઈ ગયું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ‘તેજસ’એ ઘરેલુ બોક્સ ઓફિસ પર માત્ર 4.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને ફિલ્મને 50.77 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મેકર્સને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું

જો રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સે ‘તેજસ’ પર 70 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય બજારમાંથી માત્ર 70 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને સ્થાનિક બોક્સ ઓફિસ પર તેનો નફો 2.23 કરોડ રૂપિયા હતો. આ સિવાય ‘તેજસ’ના OTT, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ 17 કરોડ રૂપિયામાં વેચાયા હતા. આ રીતે, 70 કરોડ રૂપિયામાંથી, ફિલ્મ ફક્ત 19.23 કરોડ રૂપિયા વસૂલ કરી શકી છે અને મેકર્સને 50.77 લાખ રૂપિયાનું મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’

‘તેજસ’ પછી કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ની તૈયારી શરૂ કરી દીધી છે. કંગનાએ પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ‘ઇમરજન્સી’માં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો:  વરુણ ધવનના કુર્તામાં લટકતો હતો પ્રાઈઝ ટેગઃ કોણે કરી મદદ?

Back to top button