કંગના રણૌતની મંડીથી ‘ધાકડ’ જીત, કહ્યું, આ જીત મોદીજીની છે!


- કંગના રણૌતની જીતે સાબિત કરી દીધું છે કે જો સત્ય, લગન અને મહેનત કરવામાં આવે તો સપના 100 ટકા સાચા થાય છે. એક નાના શહેરથી નીકળીને કંગનાએ જે સફળતા મેળવી છે, તે ખરેખર કાબિલ-એ-દાદ છે
4 જૂન, નવી દિલ્હીઃ બોલિવૂડની ધાકડ ક્વિન કંગના રણૌત હવે રાજકારણની ક્વિન બની ચૂકી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર કંગના રણૌત મંડી બેઠક પરથી જીતી ચૂકી છે. કંગનાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ અને હાલના સાંસદના પૂત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવીને જીતની ધજા ફરકાવી છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને કંગના ખૂબ ખુશ છે. આ જીત તેના માટે ખૂબ મહત્ત્વની છે. એક નાના શહેરથી નીકળીને કંગનાએ જે સફળતા મેળવી છે, તે ખરેખર કાબિલ-એ-દાદ છે. કંગના દેશની દરેક છોકરી માટે એક ઉદાહરણ બની ચૂકી છે. કંગના રણૌતની જીતે સાબિત કરી દીધું છે કે જો સત્ય, લગન અને મહેનત કરવામાં આવે તો સપના 100 ટકા સાચા થાય છે.
કંગનાએ માન્યો સૌનો આભાર
જીત બાદ કંગનાના ફેન્સ અને સ્ટાર્સ તેની પર અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. કંગનાના ફેન્સ પણ તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કંગનાએ જીતની ખુશીમાં એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે મંડીવાસીઓનો આભાર માન્યો છે. તેને પ્રેમ અને વિશ્વાસ આપનાર દરેકનો આભાર માન્યો છે. તેણે લખ્યું છે કે આ જીત તમારા બધાની છે, આ જીત વડાપ્રધાન મોદીજી અને ભાજપે મારી પર મૂકેલા વિશ્વાસની છે, આ જીત સનાતનની છે, આ જીત મંડીના સન્માનની છે.
View this post on Instagram
બોલિવૂડમાં શાનદાર રહી કંગનાની જર્ની
કંગના રણૌત હિમાચલપ્રદેશની રહેવાસી છે. તેણે મોડલિંગ કર્યા બાદ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે 18 વર્ષની કરિયરમાં ડઝન કરતા વધુ ફિલ્મો કરી છે. જેમાં ફેશન, ક્વીન, ક્રિષ 3, તનુ વેડ્સ મનુ જેવી હિટ ફિલ્મો સામેલ છે. કંગના ચાર વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પણ જીતી ચૂકી છે. સિનેમામાં પોતાના યોગદાન બદલ તેને પાંચ પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેને પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ભાજપ અને એનડીએની 400 પારની ગણતરી ક્યાં-ક્યાં ખોટી પડી?