અંદરથી આવું દેખાય છે કંગના રનૌતનું ઘર; કિંમત જાણીને થશે આશ્ચર્ય, અભિનેત્રી કાઢ્યું વેચવા
મુંબઈ, 4 ઓગષ્ટ; બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાનું મુંબઈનું ઘર વેચવા જઈ રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કંગના બાંદ્રા સ્થિત તેનું પાલી હિલવાળું ઘર વેચવા માંગે છે. આ બંગલામાં કંગનાના પ્રોડક્શન હાઉસ – મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ પણ છે. હવે કંગના હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની છે, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો મોટાભાગનો સમય દિલ્હી અથવા હિમાચલ પ્રદેશમાં પસાર થાય છે. કંગના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના રાજકીય કરિયરને કારણે તે હવે તેનું મુંબઈનું ઘર વેચવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે કંગનાનો બંગલો અંદરથી કેવો દેખાય છે? આવો આ રિપોર્ટમાં તમને જણાવીએ કે અંદરથી મહેલ જેવા દેખાતા ઘરની કિંમત કેટલી છે.
View this post on Instagram
કંગનાના મુંબઈના ઘરની કિંમત
સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો અનુસાર, કંગના રનૌત તેનું મુંબઈનું ઘર 40 કરોડ રૂપિયામાં વેચી રહી છે. જો કે, હાલમાં એ વાતની પુષ્ટિ કરી શકાતી નથી કે કંગનાએ તેના ઘરની કિંમત કેટલી છે. ઈન્ટરનેટ પર આ અટકળો ત્યારે થઈ જ્યારે કોડ એસ્ટેટ નામની યુટ્યુબ ચેનલે એક વીડિયો શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે કંગનાનું ઘર અને પ્રોડક્શન હાઉસની ઓફિસ હાલમાં વેચાણ માટે છે.
આ યુટ્યુબ વિડિયોમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. જો કે, વીડિયોમાં ઉપયોગમાં લેવાતા ચિત્રો અને દૃશ્યો સૂચવે છે કે આ કંગના રનૌતની ઓફિસ છે. તસવીરો જોયા બાદ ઘણા યુઝર્સે એમ પણ કહ્યું છે કે આ કંગના રનૌતની ઓફિસ છે. આ ઘરનું કદ 285 ચોરસ મીટર છે, જેનો બાંધકામ વિસ્તાર 3042 ચોરસ ફૂટ છે.
કંગનાનું ઘર કોઈ આલીશાન મહેલથી ઓછું નથી
કંગના રનૌતની ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ની ઓફિસ શબનમ ગુપ્તાએ ડિઝાઇન કરી છે. તેમાં લાકડાના સુંદર દાદર, કામ કરવા માટે મોટી જગ્યા, આરામદાયક એડિટિંગ સ્ટુડિયો, બેસવા અને વાત કરવાની જગ્યા અને કોન્ફરન્સ રૂમ છે. બીજા માળે એક વિશાળ મીટિંગ એરિયા છે અને ત્યાં શાવર, કપડા અને ડ્રેસિંગ એરિયા સાથેનું બાથરૂમ પણ છે.
સમગ્ર ઓફિસની ડિઝાઇન પેરિસિયન કાફે જેવી છે, પરંતુ તેમાં ભારતીય ફર્નિચર અને સજાવટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સુંદર, લાઇટ બ્લાઇંડ્સથી ઢંકાયેલા ફ્રેન્ચ દરવાજા છે અને રાજસ્થાનથી લાવવામાં આવેલા વિશિષ્ટ ફર્નિચરની સાથે બહારની હરિયાળીની ખાસ કાળજી લેવામાં આવી છે. આ જગ્યા કંગના અને તેની ટીમ માટે આરામ અને કામ કરવા માટે ઉત્તમ છે. મે 2020માં કંગનાએ આ જગ્યાની અંદરની તસવીરો પણ શેર કરી હતી.
BMCએ કંગનાના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું
આ એ જ ઘર છે જેના પર વર્ષ 2020માં BMC દ્વારા કંગનાના ઘર પર બુલડોઝ ફેરવવામાં આવ્યું હતું. બીએમસીએ ગેરકાયદે બાંધકામને ટાંકીને કંગનાના ઘરના કેટલાક ભાગો તોડી પાડ્યા હતા. સપ્ટેમ્બર 2020માં આ બાબતને લઈને ઘણો હોબાળો થયો હતો.
આ પણ વાંચો :Video: ઓલિમ્પિક્સ હોકી: ભારતીય ટીમને સેમીફાઈનલમાં લઇ જનાર હીરો છે આ ખેલાડી