ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ, સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ અટકાવાયું

Text To Speech
  • કંગના રણૌતની ઈમરજન્સી પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. તેની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડાઈ હતી. આખરે આજે ફિલ્મને બ્લેકઆઉટ કરવામાં આવી છે. તેણે જાતે વીડિયો શેર કરીને આ વાત કહી છે

31 ઓગસ્ટ, મુંબઈઃ ભાજપનાં સાંસદ અને પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ‘ઈમર્જન્સી’ની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ ફિલ્મને મંજૂરી આપી હતી, પરંતુ તે પછી સર્ટિફિકેશન હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કંગનાની આ ફિલ્મ આગામી ૬ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી.

સેન્સર બોર્ડના લોકોને જાનથી મારી નાંખવાની ધમકી

કંગનાએ જારી કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે આવું એટલા માટે થયું છે, કારણ કે બધાંને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સેન્સર બોર્ડના લોકોને પણ ધમકીઓ મળી રહી છે. અમારા પર દબાણ છે કે ઈન્દિરા ગાંધીની હત્યા નહીં બતાવવાની, ભિંડરાનવાલેને નહીં બતાવવાના, પંજાબનાં રમખાણો પણ નહીં બતાવવાનાં. મને ખબર નથી કે તો ફિલ્મમાં આગળ શું બતાવવું? ખબર નહીં એવું શું થયું કે મારી ફિલ્મ અચાનક બ્લેકઆઉટ થઈ ગઈ. આ વાત પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. દેશની સ્થિતિ જોઈને મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. અનેક પ્રકારની અફવાઓ ઉડી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ફિલ્મને સર્ટિફિકેટ મળી ગયું છે, પરંતુ એવું નથી. અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી, પરંતુ તેનું સર્ટિફિકેશન રોકી દેવામાં આવ્યું છે.

રિલીઝ પહલા જ ફિલ્મ વિવાદોમાં, જુઓ કંગનાનો વીડિયો

ફિલ્મ ‘ઈમર્જન્સી’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. શીખ સમુદાયના લોકોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમુદાયની છબી ખોટી રીતે બતાવવામાં આવી છે. મધ્યપ્રદેશના જબલપુર શીખ સંઘે શુક્રવારે જબલપુરમાં રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ ઈમરજન્સી/ કંગનાને કાયદાકીય નોટિસ, શીખ સમુદાયને ઠેસ પહોંચાડવાનો આરોપ

Back to top button