નવી દિલ્હી 17 ડિસેમ્બર : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત કુલ્લુમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષને મળી હતી. જો કે આ એક સૌજન્ય મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કંગના સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાતથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.
કુલ્લુ સ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષના આવાસ પર પહોંચી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં મંડી લોકસભા સંસદીય ક્ષેત્રમાંથી પાર્ટીના ઉમેદવાર કોણ હશે ? તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કંગના રવિવારે સવારે તેમને મળવા માટે કુલ્લુ સ્થિત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના આવાસ પર પહોંચી હતી. જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી, કંગના મનાલીના સિમસા સ્થિત તેના નિવાસસ્થાને પરત આવી હતી. કંગના આ દિવસોમાં મનાલીમાં રહે છે.