કંગના રનૌતે ‘એનિમલ’ના ડિરેક્ટરને આપ્યો જવાબ – મને રોલ ન આપતા નહીં તો…
મુંબઈ, 06 ફેબ્રુઆરી : ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તાજેતરમાં કંગના રનૌત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાંગાની ઓફર તેની પાસે આવે તે પહેલા જ કંગનાએ તેને ફગાવી દીધી હતી. કંગના રનૌતે વાંગાની લેટેસ્ટ ફિલ્મ ‘એનિમલ’ની ટીકા કરી હતી. દિગ્દર્શકે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેનાથી તેમને બહુ ફરક નથી પડતો. તેણે કંગના અને તેના કામની પણ પ્રશંસા કરી હતી.
વાંગાએ કંગનાના કર્યા વખાણ
સિદ્ધાર્થ કાનન સાથેની એક મુલાકાતમાં સંદીપ રેડ્ડી વાંગાએ કંગનાના વખાણ કરતાં કહ્યું, ‘જો મને તક મળશે અને મને લાગશે કે તે મારી સ્ટોરીમાં ફિટ બેસસે, તો હું જઈને તેને સ્ટોરી સાંભળવીશ. મને ક્વીન અને અન્ય ફિલ્મોમાં તેમનો અભિનય ખરેખર ગમ્યો. તેથી જો તે એનિમલ વિશે કોઈ નકારાત્મક ટિપ્પણી કરે છે તો મને તેનાથી કોઈ વાંધો નથી. મને ગુસ્સો પણ નથી આવતો કારણ કે મેં તેનું કામ જોયું છે.
કંગના રનૌતનો ડાયરેક્ટરને જવાબ
કંગના રનૌતે પણ વાંગાના આ નિવેદનનો જવાબ આપ્યો છે. X (ટ્વિટર ) પર પોસ્ટ કરીને તેણે વાંગાને કહ્યું કે તેને ક્યારેય તેની ફિલ્મ ઓફર ન કરવી. કંગનાએ લખ્યું, ‘સમીક્ષા અને આલોચના એક સમાન નથી, દરેક પ્રકારની કલાની સમીક્ષા અને ચર્ચા થવી જોઈએ તે સામાન્ય બાબત છે. મારા રિવ્યુ પર સ્મિત કરીને સંદીપજીએ જે રીતે મારા પ્રત્યે આદર દર્શાવ્યો, તે જોઈને કહી શકાય કે તેઓ માત્ર મેનલી ફિલ્મો જ નથી બનાવતા, તેમનું વલણ પણ મેનલી છે, આભાર સર.
समीक्षा और निंदा एक नहीं होते, हर तरह की कला की समीक्षा और चर्चा होनी चाहिए यह एक सामान्य बात है ।
संदीप जी ने जैसे मेरी समीक्षा पे मुस्कुराते हुए मेरे प्रति आदर का भाव दिखाया, ये कहा जा सकता है की वो सिर्फ़ मर्दाना फ़िल्में ही नहीं बनाते, उनके तेवर भी मर्दाना हैं, धन्यवाद सर 🙏… https://t.co/qi2hINWYcu— Kangana Ranaut (@KanganaTeam) February 5, 2024
અભિનેત્રીએ આગળ લખ્યું, ‘પરંતુ કૃપા કરીને મને ક્યારેય કોઈ રોલ ન આપતા, નહીં તો તમારા આલ્ફા મેલ હીરો ફેમિનિસ્ટ બની જશે અને પછી તમારી ફિલ્મો પણ ના કામિયાબ રહેશે. તમે બ્લોકબસ્ટર બનાવો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તમારી જરૂર છે.
કંગનાએ એનિમલની ટીકા કરી હતી
આ પહેલા કંગના રનૌતે ફિલ્મ ‘એનિમલ’ની ટીકા કરી હતી. X પર એક યુઝરની ટિપ્પણીનો જવાબ આપતાં તેણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. પોતાની ફિલ્મ ‘તેજસ’ના ફ્લોપ અને ‘એનિમલ’ના પ્રમોશન પર કંગનાએ લખ્યું હતું કે, ‘પૈસા આપીને મારી ફિલ્મને ખરાબ બતાવવી એ ખૂબ જ ખરાબ વાત છે. હું જોરદાર લડાઈ કરી રહી છું પરંતુ દર્શકો એવી ફિલ્મોને પ્રમોટ કરી રહ્યા છે જ્યાં મહિલાઓ પર મારપીટ કરવામાં આવે છે, જેમાં તેમને સેક્સ ઓબ્જેક્ટની જેમ ટ્રીટ કરવામાં આવે છે અને ચંપલ ચાટવાનું કહેવામાં આવે છે. મહિલા સશક્તિકરણની ફિલ્મો બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વ્યક્તિ માટે આ ખૂબ જ નિરાશાજનક વાત છે.
Paid negativity for my films is overwhelming, I have been fighting hard so far but even audiences are encouraging women beating films where they are treated like sex objects and asked to lick shoes, this is deeply discouraging for someone who has been dedicating her life for… https://t.co/VExJHxRE3P
— Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024
કંગના રનૌતના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં 1975માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં લગાવવામાં આવેલી ઈમરજન્સીની સ્ટોરી બતાવવામાં આવશે. કંગના આમાં ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. તેમની સાથે અનુપમ ખેર, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન સહિતઅન્ય સ્ટાર્સ છે.
આ પણ વાંચો : Fighter રૂ. 300 કરોડની ક્લબમાં પ્રવેશનારી 2024ની પ્રથમ ફિલ્મ બની