કંગના રનૌત ટિકિટ મળ્યા બાદ પહેલી વખત મંડી પહોંચી, મતદારોને શું કહ્યું જાણો
- ભાજપે મંડીથી અભિનેત્રી કંગના રનૌતને બનાવ્યા છે લોકસભાના ઉમેદવાર
- ટિકિટ મળ્યા બાદ પ્રથમ વખત કંગના રનૌત પ્રચાર માટે પહોંચી મંડી
- રોડ શો દરમિયાન કંગનાએ કહ્યું, ‘હું તમારી દીકરી છું, હીરોઈન કે સ્ટાર નથી’
મંડી, 29 માર્ચ: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ટિકિટ મળ્યા બાદ કંગના રનૌત પહેલી વખત મંડી ચૂંટણી પ્રચાર માટે પહોંચી છે. અહીં તેણીએ રોડ શો કર્યો છે. રોડ શો દરમિયાન તેણીએ કહ્યું કે ‘હું તમારી દીકરી છું, હીરોઈન કે સ્ટાર નથી.’ મહત્તવનું છે કે હિમાચલ પ્રદેશમાં ચાર લોકસભા બેઠક છે અને તેનું મતદાન સાતમાં તબક્કામાં 1લી જૂને છે. ભાજપ દ્વારા મંડી લોકસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવ્યા બાદ કંગના રનૌતે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી માટીએ મને બોલાવી છે અને મને મારી માટીની સેવા કરવાનો મોકો મળ્યો છે, એના માટે તમારો આભાર.
#WATCH | Lok Sabha elections 2024 | Himachal Pradesh: BJP candidate from Mandi and actor Kangana Ranaut addresses people as she conducts a road show here.
She says, “…Don’t think that Kangana is a heroine, that she is a star. Consider Kangana your sister, your daughter.… pic.twitter.com/6wcAjBYnCs
— ANI (@ANI) March 29, 2024
કંગના રનૌત અને સુપ્રિયા શ્રીનેત વચ્ચે અંધાધૂંધી
લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ અભિનેત્રી હાલમાં જ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઓફિસ પહોંચી હતી. અહીં તેમણે લગભગ એક કલાક સુધી વાત કરી અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. કંગના રનૌતે મંડી સીટ પરથી પાર્ટીની ટિકિટ આપવા બદલ પાર્ટી અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દિવસોમાં કંગના રનૌત અને કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના મામલાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા આઈડી પરથી કંગના રનૌતને લગતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવામાં આવી હતી.
વિવાદ થતાં સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા આપી હતી
આ મામલાએ જોર પકડતાં જ તે પોસ્ટ સુપ્રિયા શ્રીનેતના ફેસબુક આઈડી પરથી હટાવી દેવામાં આવી હતી. આ પછી સુપ્રિયા શ્રીનેતે પોતાનું નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેનું ફેસબુક આઈડી ઘણા લોકો પાસે છે. આવી અભદ્ર પોસ્ટ તેમાંથી કોઈએ શેર કરી હતી. તેણે કહ્યું કે જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું કોઈપણ મહિલા વિશે આવી અભદ્ર પોસ્ટ શેર ન કરું. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આવી અભદ્ર પોસ્ટ કોણે શેર કરી છે. તેણે કહ્યું કે ટ્વિટર પર મારા પેરોડીના નામે ચાલતા ફેક એકાઉન્ટ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન શરૂ, પત્ની સુનીતાએ વોટ્સએપ નંબર કર્યો જાહેર