ટ્રેન્ડિંગમનોરંજન

કંગના રનૌતે કાર્તિક આર્યનના કર્યા વખાણ, ‘શહજાદા’એ આપી આ પ્રતિક્રિયા

Text To Speech

કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ‘શહેજાદા’ ફિલ્મના અભિનેતા કાર્તિક આર્યનની પ્રશંસા કરી હતી. એ પછી હવે આ મામલે કાર્તિક આર્યનની પ્રતિક્રિયા સામે આવી છે.

કાર્તિકે કંગના વિશે આ વાત કહી

થોડા દિવસો પહેલા, કંગના રનૌતે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આસ્ક મી સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કંગનાએ ફેન્સના તમામ સવાલોના જવાબ આપ્યા છે. જેના કારણે એક ફેને કંગના રનૌતને કાર્તિક આર્યન વિશે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે- કાર્તિક સેલ્ફ મેડ વ્યક્તિ છે, તે પોતાના રસ્તા પર ચાલે છે. તે ઈન્ડસ્ટ્રીના કોઈપણ કેમ્પનો ભાગ નથી. તે ખૂબ જ શાનદાર છે. આ રીતે કંગનાએ કાર્તિક આર્યનના વખાણ કર્યા.

હવે મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા ઝી સિને એવોર્ડ્સમાં રેડ કાર્પેટ દરમિયાન કાર્તિકે કંગના વિશે કહ્યું છે કે- મારી પ્રશંસા કરવા બદલ હું તેનો આભારી છું. મને તેનું કામ ખૂબ જ ગમે છે અને હું તેનો ફેન પણ છું. તેમની તરફથી આ અભિનંદન મને મળ્યા તે ખૂબ જ મોટી વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર. આ રીતે કાર્તિક આર્યને કંગના રનૌતનો આભાર માન્યો છે.

આ ફિલ્મમાં કાર્તિક જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી સમયમાં કાર્તિક આર્યન ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક સાથે બી-ટાઉનની જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળશે. નોંધનીય છે કે કિયારા અને કાર્તિકની જોડીએ અગાઉ ‘ભૂલ ભુલૈયા 2’માં ધમાલ મચાવી હતી.

Back to top button