ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કંગના રાણાવતે હિંડનબર્ગ રિપોર્ટ પર રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

  • કંગના રાણાવતે આજે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. હિંડનબર્ગ રિપોર્ટને લઈને રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે

દિલ્હી, 12 ઓગસ્ટ: હિંડનબર્ગના અહેવાલે અદાણીના શેરને લઈને દેશમાં ફરી એકવાર હલચલ મચાવી દીધી છે. જેના કારણે હવે વિપક્ષ સેબી ચીફના રાજીનામા અને જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે. દરમિયાન આજે બીજેપી સાંસદ કંગના રાણાવતે રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને સૌથી ખતરનાક માણસ ગણાવ્યા છે આ સાથે તેમણે તેમને ઝેરી અને વિનાશક પણ ગણાવ્યા છે.

કંગનાએ રાહુલને સૌથી ખતરનાક માણસ ગણાવ્યા

કંગના રાણાવતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને કહ્યું કે રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે, તે કડવા, ઝેરીલા અને વિનાશક છે, તેમનો એજન્ડા છે કે તેઓ જો વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરવાનો છે. આપણા શેરબજારને સીધું નિશાન બનાવતો હિંડનબર્ગનો અહેવાલ, જેને રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે સમર્થન આપી રહ્યા હતા, તે નકામી વાત સાબિત થઈ.

 

રાહુલ દેશ પર કલંક: કંગના

વધુમાં તેમણે કહ્યું કે તેઓ આ દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, તમે આખી જીંદગી વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઈ જાવ. પ્રજા તમને તેમના નેતા ક્યારેય નહીં બનાવે. તમે એક કલંક છો.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સેબી ચીફ પર હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે રવિવારે કહ્યું હતું કે સેબીના અધ્યક્ષ સામેના આરોપોએ સંસ્થાની અખંડિતતા સાથે ગંભીરતાથી ચેડા કર્યા છે અને પૂછ્યું કે શું સુપ્રીમ કોર્ટ ફરીથી આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેશે.

સેબીના અધ્યક્ષે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી?: રાહુલ ગાંધી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશભરના પ્રમાણિક રોકાણકારોને સરકાર તરફ ઘણા પ્રશ્નો છે, જેમ કે સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારોની મહેનતની કમાણી ખોવાઈ જાય તો તેના માટે કોણ જવાબદાર – પીએમ મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી?

આ પણ વાંચો: હિંડનબર્ગને જોરદાર લપડાકઃ ભારતીય રોકાણકારો વધારે સમજદાર નીકળ્યા

Back to top button