કાનાણીએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધતી જ જાય છે. ઈસ્કોન અકસ્માત જેવી મોટી ઘટના થયા પછી પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં દિવસેને દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ નબીરાઓ નશામાં ધુત થઈને બેફામ વાહનો હંકારી રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે. એવામાં સુરતમાં ગત મોડી રાત્રે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. જેમા BRTS રુટ પર પુરપાટ ઝડપે આવેલી કારે 6 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.
‘પોલીસ કાર્યવાહી દિવસે કરે છે, અકસ્માતની ઘટનાઓ તો રાત્રે બને છે’ – ધારાસભ્ય કુમાર કાનાણી
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાત પોલીસ સવેળા જાગી છે. અને અનેક જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે. અને જે વાહન ચાલક નજરે પડે તેનું ચેકીગ કરી રહી છે. ત્યારે એવામાં સુરતના ધારસભ્ય કુમાર કાનાણીએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, ‘પોલીસ કાર્યવાહી દિવસે કરે છે, જ્યારે અકસ્માતની ઘટનાઓ તો રાત્રે વધુ બને છે. દિવસે જે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવાય છે જેમાં 20-25 પોલીજ જવાનો સાથે જે રોડ પર ઉભા રહીને ટ્રાફિકના નિયમો ભંગ કરનારા લોકોને દંડ કરે છે. જ્યારે રાજ્યમાં મોટાભાગની અકસ્માતોની ઘટનાઓ રાત્રીના સમયે જ બનતી હોય છે.
‘પોલીસની કાર્યવાહી મોડીરાત્રે થવી જોઈએ’- કાનાણી
પોલીસની કાર્યવાહીની વધુમાં વાત કરતાં કાનાણીએ કહ્યું કે મોટાભાગના અકસ્માતો રાત્રીના સમયે જ થાય છે જેથી પોલીસે દિવસના બદલે રાત્રે બંદોબસ્ત ગોઢવવો જોએ, દિવસની પોલીસ ટ્રાફિક ડ્રાઈવથી માત્ર ગરીબ જ ભોગ બને છે.
ઈ-મેમોને લઈને શું કહ્યું કાનાણીએ?
સુરતમાં તો સીસીટીવી કેમેરા દરેક રસ્તાઓ પર લગાડેલા છે, જેના દ્વારા કંન્ટ્રોલરૂમમાંથી લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે મોકલવામાં આવે છે. તો આ રાત્રિના સમયે જે પણ લોકો નશાખોરી કરીને બેફામ ગાડી વાહનો લઈને નીકળે છે એમના પર પણ સીસીટીવીથી નજર રાખવી જોઈએ, અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ રાજ્યભરની પોલીસને સાઈબર ક્રાઈમને ડામવા આપી મહત્વપૂર્ણ સૂચના; કહ્યું- એક ફોન…