અંબાજીમાં નીકળી કનૈયાની ભવ્ય શોભાયાત્રા, ભક્તો બન્યા કૃષ્ણમય


પાલનપુર: આજે કાનુડાનો જન્મદિવસ. ભક્તોના હૈયામાં હરખ સમાતો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી પણ કૃષ્ણ બની ગયું હતું. અંબાજીમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં કનૈયા ને આજે નવા વસ્ત્રો સાથે ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. જ્યાં ભગવાન કૃષ્ણની આરતી બાદ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષ સાથે શોભાયાત્રા શહેરના માર્ગો પર આગળ વધી રહી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જોડાતા જતા હતા. આ દરમિયાન માર્ગમાં ઠેર- ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી. જે કૃષ્ણ ભક્તો દ્વારા ફોડીને કનૈયાનો જયઘોષ બોલાવી આગળ વધતા હતા. માર્ગમાં ઢોલના નગારે નૃત્ય કરતા કરતા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી રહી હતી. ત્યારે મા અંબાનું આ શક્તિધામ આજે કૃષ્ણમય બની ગયું હોવાનું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો: કૃષ્ણ ભક્તિનાં રંગમાં રંગાયું દ્વારકા, રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર