સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે જ શરૂ થશે કમુરતા, માંગલિક કાર્યો વર્જિત
- 16 ડિસેમ્બરથી કમુરતા શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમયે દેવતાઓ પર વિશ્રામનો પ્રભાવ હોય છે, તેથી ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024માં લગ્ન અને શુભ કાર્યો માટે હવે થોડા જ મુહૂર્ત મળી શકશે લોકોએ લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે થોડો સમય રાહ જોવી પડશે. કારણ કે 16મી ડિસેમ્બર 2024થી ખરમાસ (કમુરતા) શરૂ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્યને વર્જિત માનવામાં આવે છે. કમુરતા 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ લગ્ન અને અન્ય શુભ કાર્યોની પ્રક્રિયા શરૂ થશે. હિંદુ ધર્મમાં કમુરતાને અશુભ માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ કારણે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમયે દેવતાઓ પર વિશ્રામનો પ્રભાવ હોય છે, તેથી કોઈ શુભ કાર્યનું આયોજન થતું નથી.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
2024માં લગ્ન માટેના શુભ મુહૂર્ત
ડિસેમ્બરમાં લગ્ન માટે કે અન્ય કોઈ શુભ કાર્ય માટેનો શુભ સમય 2, 3, 4, 5, 9, 10, 11, 14 અને 15 છે. આમ 2024માં લગ્ન માટે માત્ર 11 મુહૂર્ત જ બચ્યા છે. ત્યાર બાદ સૂર્યના ધનરાશિમાં પ્રવેશ સાથે કમુરતા શરૂ થઈ જશે.
16 જાન્યુઆરીથી શરૂ થશે કમુરતા
કમુરતા સમાપ્ત થતાની સાથે જ 16 જાન્યુઆરી 2025થી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે લગ્ન માટે કુલ 12 શુભ મુહૂર્ત મળશે. વર્ષ 2025માં સૌથી વધુ શુભ સમય જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં છે. આ વર્ષે લગ્નના શુભ મુહૂર્ત 15મી ડિસેમ્બર સુધી ચાલશે અને ત્યાર બાદ કમુરતા પછી 2025માં 16મી જાન્યુઆરીથી શુભ મુહૂર્ત શરૂ થશે. 16 થી 23, 27 અને 28 જાન્યુઆરી લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે. 1, 2, 3, 6, 8, 12 થી 24 ફેબ્રુઆરી સુધી સતત લગ્નના મુહૂર્ત છે. માર્ચમાં 1, 2, 3, 6, 7, 12, 13, 14 સુધી જ શુભ સમય રહેશે. ત્યાર બાદ મીન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે ફરી કમુરતા શરૂ થશે.
લગ્નની તૈયારીઓ ચાલુ
કમુરતામાં લગ્ન જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોવા છતાં લોકો આ સમયે લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે. બજારોમાં કપડાં, જ્વેલરી અને ડેકોરેશનની વસ્તુઓની ખરીદી શરૂ થાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના શુભ સમય માટે લગ્ન સ્થળ અને અન્ય સેવાઓનું બુકિંગ પણ આ દિવસોમાં ઝડપથી થઈ રહ્યું છે.
જ્યોતિષની દ્રષ્ટિએ
જ્યોતિષીઓ અનુસાર લગ્ન અથવા અન્ય શુભ કાર્યોની તારીખો નક્કી કરતી વખતે, કુંડળીનો મેળ અને પંચાંગ તપાસવું આવશ્યક છે. દરેક યુગલની કુંડળી અને ઘરની સ્થિતિ અનુસાર કેટલીક ખાસ તારીખો પણ હોઈ શકે છે. જો તમે 2025 માટે લગ્નનું આયોજન કરી રહ્યા છો તો 16 જાન્યુઆરી પછીનો સમય શુભ રહેશે.
આ પણ વાંચોઃ વર્ષ 2025માં રાહુ-કેતુ બદલશે રાશિ, મકર સહિત ચાર રાશિને જોરદાર લાભ