ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

દાહોદમાં એક જ દિવસમાં કોંગ્રેસ, BTP અને AAPના ઉમેદવાર ભાજપમાં

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાના મૌસમ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે દહેગામના કોંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દઈ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ટીકીટ ન આપતા પાર્ટી પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા જે બાદ આજે કામિની બા રાઠોડે કોંગ્રેસ છોડી ભાજપનો ખેંસ ધારણ કરી લીધો છે.

કામિની બા રાઠોડે કેંસરીયા કર્યા

અગાઉના દિવસો બાદ પૂર્વ વિધાનસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દહેગામના પૂર્વ વિધાનસભ્ય કામિનીબાએ આરોપ લગાવ્યો હતો કે ટિકિટ માટે તેમની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે આજના દિવસે લીમખેડામાં પણ ચૂંટણી પહેલા જ ગરમાવો જોવા મળ્યો છે. BTPના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. ત્યારે આજે તેઓ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

BTPના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી ભાજપમાં 

બીટીપીના ઉમેદવાર રાજેશ હઠીલા તથા તેમના 500થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે રાજેશ હઠીલાને ખેંસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. લીમખેડા ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે બીટીપીના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે.

AAPના 1000 કાર્યકરો પણ ભાજપમાં
આ સાથે AAPમાં પણ મોટો ધડાકો થયો છે આમ આદમી પાર્ટીના 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. AAPના લીમખેડા સંગઠન મંત્રી વિપુલ ડામોર , જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, સહિતના લોકો ભાજપમાં જોડાયા છે.

Back to top button