કામિકા એકાદશીનું છે અનોખુ મહત્ત્વઃ આ મંત્રોનો કરો જાપ
- કામિકા એકાદશી અષાઢ વદમાં આવે છે
- આ એકાદશીનું છે અનોખુ મહત્ત્વ
- આ દિવસે કરવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્રના પાઠ
આમ તો વર્ષની તમામ એકાદશી મહત્ત્વની છે. દરેક એકાદશીનું અલગ નામ અને અલગ મહત્ત્વ હોય છે. વર્ષની 24 એકાદશીમાં કામિકા એકાદશી વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એકાદશી વ્રત ધારણ કરનાર ક્યારેય દુર્ગતિ પામતો નથી તેમજ સ્વર્ગમાં સીધાવે છે. તેવું આપણા વેદમાં સમજાવેલું છે. આ વર્ષે કામિકા એકાદશીનું વ્રત 13 જુલાઇના રોજ છે.
આ એકાદશીનું વ્રત આગલા દિવસે સાંજથી બીજા દિવસે સંપૂર્ણ ઉપવાસ સાથે કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા કલરના પુષ્પો સાથે પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થશે. સાથે ભગવાન વિષ્ણુ માટે ખીર બનાવી તુલસી પાન નાખીને તેનો ભોગ અર્પણ કરવો. તેનાથી ઘરમાં ધન-ધાન્ય ભરપૂર રહેશે. તેમજ ઘરમાં સુખ-શાંતિ માટે રહેશે.
આ દિવસે શક્ય હોય તો સૌભાગ્યવતી સ્ત્રીઓને સાંજના સમયે બોલાવીને તેમને ફળાહાર કરાવો. સૌભાગ્યની સામગ્રી ભેટમાં અર્પણ કરવી. આ ઉપરાંત આજના દિવસે શ્રીમદ્દ ભાગવતનો પાઠ કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. સાથેસાથે વિષ્ણુસહસ્ત્રનો પાઠ , લક્ષ્મી મંત્રના જાપ કરવા ઉપરાંત દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સાંજના સમયે શુદ્ધ ઘીનો દીવો કરી ઓમ વાસુદેવાય નમઃ મંત્રની એક માળા પૂર્ણ કરવી. તુલસી ક્યારાને સાત કે અગિયાર પ્રદક્ષિણા કરવી. આ ઉપરાંત રાત્રે જાગરણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં સમજાવેલું છે.
શુભ મુહુર્ત
એકાદશીની તિથિનો પ્રારંભ 12 જુલાઇના રોજ સાંજે 5.59 વાગ્યાથી થશે. તે 13 જુલાઇના રોજ સાંજે 6.24 સુધી ચાલશે. પારણા 14 જુલાઇના રોજ સવારે 5.32થી 8.18ની વચ્ચે કરવામાં આવશે.
ધન લાભ માટેના મંત્રો
ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि
મનોકામના પુર્ણ કરવા કરો આ મંત્ર
श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
ॐ विष्णवे नम:।।
વિષ્ણુનો પંચરૂપ મંત્ર
ॐ अं वासुदेवाय नम:
ॐ आं संकर्षणाय नम:
ॐ अं प्रद्युम्नाय नम:
ॐ अ: अनिरुद्धाय नम:
ॐ नारायणाय नम:
ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।
આ પણ વાંચોઃ ફળ-શાકભાજી ક્યારેય નહીં થવા દે કેન્સર-ડાયાબિટીસ જેવી ઘાતક બિમારી