કમલમ દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !
ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના સૂર એટલો પ્રબળ થઈ રહ્યો છે કે કમલમ બહાર નેતાઓના સમર્થકોની લાઈન લાગી છે. આંતરિક વિવાદને અગાઉ શાંત કરવા માટે ભાજપ મોટેભાગે સફળ રહેતું હતું. પણ હાલમાં ઘણા નેતાઓને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, વિવાદ એટલી હદે વધી ગયો છે કે અમિત શાહ જાતે જ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી રહ્યા છે પણ નીકાલ ક્યારે આવશે તે સૌ કોઈનો પ્રશ્ન બની રહ્યો છે.
આ પણ વાંચો : શાહના નેતૃત્વામાં કમલમમાં હાઈવોલ્ટેજ બેઠક શરુ, ઉમેદવારો અંગે લેવાશે નિર્ણય
એક અહેવાલ અનુસાર, બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવતા કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓની વધુ સંખ્યાને જોતા બહાર ગાર્ડનમાં કાર્યકર્તાઓ ને બેસાડવામાં આવ્યા છે. જેના કારણે ભાજપનો વિવાદ વધુ ઉગ્ર વધી રહ્યો છે. ઘણા નેતાઓને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રવિવારથી અમિત શાહે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 3થી 4 કલાક સુધીની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિવિધ ઝોનના મહા સચિવોએ પણ હાજરી આપી હોવાની માહિતી મળી રહી છે. આ અંગે તેમણે કામ પણ શરૂ કીધું હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ નારાજ નેતાઓને મનાવવા માટે અત્યારે ભાજપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતર્યા છે. એક રિપોર્ટ અનુસાર તમામ નેતાઓ ભાજપના પરિવારના સભ્યો હોવાથી તેમને પ્રેમથી મનાવવા ટકોર કરાઈ છે. અત્યારે અહેવાલો પ્રમાણે અમિત શાહ પણ ભાજપથી નારાજ ચાલી રહેલા વર્તમાન ધારાસભ્યો અને અન્ય નેતાઓને મનાવવા માટે બેઠકો કરી રહ્યા છે. અહીં જે બેઠકો પર અસંતોષની લાગણી પ્રસરી છે ત્યાં તેઓ સમિક્ષા બેઠક પણ કરી શકે છે.
આ તરફ 16 બેઠકોના બાકી રહેલા ઉમેદવારોના નામની યાદી પણ જાહેરા કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ પણ થઈ રહ્યો છે અને સાથે જ નેતાઓને ગુપ્ત રીતે ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. વિશ્લેષ્કોનું માનવું છે કે અગાઉ આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી હતી કે ત્યાં વિરોધ વધુ જોવા મળતો હતો પણ આ ચૂંટણીમાં ભાજપમાં વિરોધ વધુ જોવા મળી રહ્યો છે.