ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર કમલા હેરિસ અને પ્રમુખ બાયડનનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

  • પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી

વોશિંગ્ટન DC, 7 નવેમ્બર: અમેરિકામાં પ્રમુખ ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તેમજ ઉપપ્રમુખ કમલા હેરિસને આસાનીથી હરાવ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર ઉપપ્રમુખ કમલા હેરિસ અને પ્રમુખ જો બાઈડનનું પહેલું નિવેદન બહાર આવ્યું છે.

કમલા હેરિસે શું કહ્યું?

ચૂંટણી પછીના પોતાના પ્રથમ સંબોધનમાં કમલા હેરિસે કહ્યું કે, “મારું હૃદય આજે ભરાઈ ગયું છે. તમે બધાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે આભારથી ભરેલું છે. આપણા દેશ પ્રત્યેના પ્રેમ અને સંકલ્પથી ભરાયેલું છે.” કમલા હેરિસે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ અમે ઇચ્છતા હતા તે ન આવ્યું. આ એવું ન રહ્યું જેના માટે અમે લડ્યા હતા, આપણે મતદાન કર્યું. પરંતુ જ્યાં સુધી આપણે લડતા રહીશું ત્યાં સુધી આપણે ક્યારેય હાર માનીશું નહીં.

કમલા હેરિસે ટ્રમ્પ સાથે વાત કરી

ઉપપ્રમુખ કમલા હેરિસે ચૂંટણી બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે આ ચૂંટણીના પરિણામો સ્વીકારવા પડશે. કમલા હેરિસે માહિતી આપી કે, તે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી છે અને તેમની જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા છે. કમલા હેરિસે કહ્યું કે, અમે સત્તાના હસ્તાંતરણમાં ટ્રમ્પ અને તેમની ટીમને મદદ કરીશું અને શાંતિપૂર્ણ ટ્રાન્સફર કરીશું.

બાઈડને કમલા હેરિસના વખાણ કર્યા

અમેરિકી પ્રમુખ જો બાઈડને કમલા હેરિસના વખાણ કર્યા છે. બાઈડને ટ્વીટ કરીને કહ્યું કે, આજે અમેરિકાએ જે જોયું તે કમલા હેરિસ હતી, જેને હું જાણું છું અને તેણીનો પ્રશંસક છું. કમલા પ્રામાણિકતા, હિંમત અને ચારિત્ર્યથી ભરપૂર જબરદસ્ત ભાગીદાર અને લોક સેવક રહી છે. કમલાને પસંદ કરવી એ મારો શ્રેષ્ઠ નિર્ણય હતો. તે તમામ અમેરિકનો માટે ચેમ્પિયન બની રહેશે.

બાઈડન અને ટ્રમ્પની મુલાકાત થશે

પ્રમુખ જો બાઈડને પણ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ટ્રમ્પ પ્રચાર અધિકારી સ્ટીવન ચ્યુંગે જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડનના કોલની પ્રશંસા કરી હતી અને તેમને ટૂંક સમયમાં મળવાનું પણ આયોજન કર્યું હતું. પ્રમુખ જો બાઈડને વર્તમાન વહીવટ અને આવનારા વહીવટ વચ્ચે સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે.

આ પણ જૂઓ: “ટ્રમ્પકાકા”ની જીતથી ભારતીયોને મજા પડી ગઈ! સોશિયલ મીડિયા છલકાયું

Back to top button