ગુજરાતની રાજનીતિમાં ‘કમા’ની એન્ટ્રી ! જાણો- રાહુલ ગાંધીની કોણે કરી ‘કમા’ સાથે સરખામણી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજનેતાઓના એક બાદ એક વિવાદાસ્પદ નિવેદનો આવી રહ્યા છે.
રાહુલ ગાંધીની કમા સાથે કરી સરખામણી
ગુજરાત આવેલા મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ હાલ ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના આ મંત્રીએ કૉંગ્રેસ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તે દરમિયાન વિશ્વાસ કૈલાસ સારંગે આપેલું એક નિવેદને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો. મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ કૈલાસ સારંગે રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરી હતી.
जय भाजपा, विजय भाजपा
आज गुजरात प्रवास के दूसरे दिन बनासकांठा जिले के दंता विधानसभा स्थित अम्बाजी मंदिर में बैठक कर चुनाव के संदर्भ में विस्तारपूर्वक चर्चा की एवं सभी को भाजपा की जीत सुनिश्चित करने का संकल्प दिलाया।#GujratElection #GujratGauravYatra pic.twitter.com/F5Aoo5z2tK
— Vishvas Kailash Sarang (@VishvasSarang) October 21, 2022
બનાસકાંઠામાં આવેલી દાંતા બેઠક પર જીત માટે મધ્યપ્રદેશ ભાજપના નેતાએ ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. જોકે ચૂંટણીમાં જીતવાના મંત્રી વચ્ચે તેમણે આપેલું એક નિવેદને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. વિશ્વાસ કૈલાસે સારંગે કૉંગ્રેસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ભાજપ નેતાએ કહ્યું હતું કે- ભારત જોડો યાત્રા દરમિયાન ભારત તોડવાવાળાને ગળે લગાવે છે. પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર યુવતી સિવાય કોઈના મળ્યું. આમ કહી રાહુલ ગાંધીની સરખામણી ભાજપ નેતાએ કમા સાથે કરી હતી.
તેમના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ. ભાજપ નેતાના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પણ મેદાને આવી ગઈ. અને એકબીજા પર વાર-પ્રતિવાર કરવાનું શરૂ કરી દીધું હતું.
કોણ છે કમો ?
મહત્વનું છે કે-સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં થોડા દિવસ પહેલા વજા ભગતના આશ્રમમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું હતું. દરમિયાન એક દિવસ રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ હતો. જેમાં તેમણે કથાકાર જિગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન ‘ઘરે જાવું ગમતું નથી’ ગાયું હતું. આ સાંભળીને ડાયરામાં હાજર કમો ઉર્ફે કમલેશભાઈ મોજમાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતા. દરમિયાન કીર્તિદાન ગઢવીનું તેની તરફ ધ્યાન ગયું હતું. તેમણે તેને બોલાવીને નામ પૂછ્યું હતું. બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તિદાનને થઈ હતી. કમાથી ખુશ થઈને કીર્તિદાને તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. કમાનો કીર્તિદાન સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની લોકપ્રિયતા વધવા લાગી હતી.