અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

વિધર્મી યુવકે અમદાવાદની યુવતીને ‘વશ’માં કરી, ન્યૂડ વીડિયો ઉતારી કર્યું બ્લેકમેલિંગ

અમદાવાદ: 27 સપ્ટેમ્બર, ગુજરાતી ફિલ્મ વશ તો તમે બધાએ જોઈ જ હશે. અને તાજેતરમાં જ રીલિઝ થયેલી હિન્દી ફિલ્મ શેતાનમાં વિલન પરિવારની દીકરીને વશમાં કરીને પોતાનું ધાર્યું કરાવતો હતો. દીકરી પણ તેની જ વાત માની પોતાની જાતને ઘાયલ કરી દેતી હતી. ફિલ્મની ઘટના હકીકતમાં થઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવાયો છે. અમદાવાદના એક પરિવારમાં પૂણેના વિધર્મી યુવકના વશમાં આવી ગયેલી યુવતી અને તેના પરિવારના સભ્યોની જિંદગી જોખમ બની ગઇ છે. પૂણેમાં બેઠેલો આ વિધર્મી યુવકે સ્ક્રીન રેકોર્ડ કરીને યુવતીનો ન્યૂડ વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં આ યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસેથી નાણાં પણ પડાવ્યા હતાં. આ બાબતથી ત્રસ્ત યુવતીના પરિવારે શહેરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતા એક પરિવારની 21 વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર પુણેમાં રહેતા વિધર્મી યુવક શાકિબ અહેમદ ઇબ્રાહિમના સંપર્કમાં આવી હતી. તેના યુવક સાથે સંબંધો એ હદે વધી ગયાં હતાં કે, બંને વચ્ચે ન્યૂડ કોલ પણ થતાં હતાં. દરેક સિક્કાની બે બાજુ હોય છે સોશિયલ મીડિયાની પણ બીજો બાજુ જે નકારાત્મક છે. જેનો કડવો અનુભવ અમદાવાદની આ યુવતીને થયો હતો. જેમાં યુવકે સ્ક્રીન રેકોર્ડ કરીને યુવતીનો ન્યૂડ વીડિયો પણ બનાવી લીધો હતો. આરોપી શાકિબ અહેમદ ઇબ્રાહિમ QR કોડ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું. આ ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.  આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીના પરિવારે શું કહ્યું ?

પીડિતાના પરિવારે જણાવ્યું હતું કે તેમની  દીકરી ગત વર્ષે ક્રિસમસ પર આઠ દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઇ હતી. આ કેમ્પના નિયમ મુજબ તમામ સભ્યોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કેમ્પ પર આવી જવાનું હોય છે. પરંતુ યુવતી આવી નહોતી. જેથી પરિવારના સભ્યો યુવતીને કોલ કરવા લાગ્યા પરંતુ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે જ લગભગ નવ વાગ્યે યુવતી કેમ્પ પર પરત આવી હતી. જેથી તેના પિતા બીજા જ દિવસે ગોવા પહોંચી ગયા. પરંતુ તેના હાથ પર સિગારેટના ડામના નિશાન હતા. જે અંગે પૂછપરછ કરતા તેમની દીકરીએ જણાવ્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર પુણેમાં રહેતા શાકિબ અહેમદ ઇબ્રાહિમના સંપર્કમાં આવી હતી અને તે મને ગોવા મળવા આવ્યો હતો. તે આખો દિવસ તે યુવક સાથે જ હતી, તેના કારણે કેમ્પ પર જવામાં મોડું થયું હતું. હવે કોઇ બાબતે યુવક સાથે તેને બોલાચાલી થતાં યુવકે તેને હાથ પર સિગારેટનો ડામ દીધો હતો. આ વાત સાંભળીને યુવતીના માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

યુવતી તેના કહેવાથી પોતાના હાથ પર બ્લેડ પણ મારતી

કેમ્પ  અધૂરો છોડાવી પરિવાર યુવતીને પરત અમદાવાદ લઇ આવ્યા. ત્યારબાદ પણ તે યુવક કોલ કરી પરેશાન કરતો હતો.  વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો. યુવતી પાસે રૂપિયા ના હોય ત્યારે તે પોતાના સ્વજનોને શાકિબે મોકલેલો QR કોડ મોકલી તેમાં રૂપિયા ટ્રન્સફર કરવા જીદ કરતી હોય છે. હદ  તો ત્યારે થઈ ગઈ જ્યારે શાકિબના વશમાં રહેલી આ યુવતી તેના કહેવાથી પોતાના હાથ પર બ્લેડ પણ મારતી હતી. પરિવારે યુવતીની માનસિક સારવાર પણ શરૂ કરાવી હતી. તેમ છતાંય યુવતીના સ્વભાવમાં કોઈ ફરક ન હતો આવ્યો. થોડા સમય પહેલાં તેણે અહેમદના કહેવાથી હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું કે યુવતી અને તેના પરિવારના ફરિયાદને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ યુવક સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદમાં દિલ્હી CBIએ પાડી રેડ: 35 ગેરકાયદે કોલ સેન્ટરો પર ટીમો દ્વારા તપાસ

Back to top button