‘કલ્કિ 2898 AD’ માં અમિતાભના પાત્ર પરથી હટ્યો પડદો, અશ્વત્થામાના લુકમાં બિગ બી
- નાગ અશ્વિનના ડિરેક્શનમાં બનનારી ‘કલ્કિ 2898 AD’ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ‘કલ્કિ 2898 AD’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના અશ્વત્થામાના પાત્ર પરથી પડદો હટી ગયો છે. બિગ બી ઘણા વર્ષો બાદ યંગ લુકમાં જોવા મળ્યા છે.
22 એપ્રિલ, મુંબઈઃ નાગ અશ્વિનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર દીપિકા પાદુકોણ અને પ્રભાસની જોડી એક સાથે મોટા પડદે જોવા મળશે. ‘કલ્કિ 2898 AD’ફિલ્મમાં અમિતાભ બચ્ચનના અશ્વત્થામાના પાત્ર પરથી પડદો હટી ગયો છે. બિગ બી ઘણા વર્ષો બાદ યંગ લુકમાં જોવા મળ્યા છે. તેમનો આ અવતાર જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે.
View this post on Instagram
‘અશ્વત્થામા’ના લુકમાં જોવા મળ્યા બિગ બી
આ ફિલ્મનું એક ટીઝર આવી ચૂક્યું છે, જેમાં મેકર્સે દીપિકા પાદુકોણ અને પ્રભાસની ઝલક રજૂ કરી હતી. હવે ‘બિગ બી’ના પાત્ર પરથી પડદો ઉઠાવાયો છે અને અમિતાભ ફિલ્મમાં અશ્વત્થામાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. બિગ બીનો આ લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ સાથે એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું અમિતાભ બચ્ચનની કલ્કીના આ ટીઝરને પુરા 10 માર્ક્સ આપીશ. બેકગ્રાઉન્ડ નંબર અને અમિતાભ બચ્ચનનો આ યંગ લુક ખૂબ જ શાનદાર છે. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું છે કે આ ઉંમરે અમિતાભ બચ્ચનના અભિનય વિશે શું કહેવું, જ્યારે તેઓ બોલ્યા અશ્વત્થામા કહ્યું, ત્યારે રૂંવાડા ઊભા થઈ ગયા!
ફિલ્મની સ્ટાર કાસ્ટ
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રભાસ, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં 9 મેના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ હવે તેને પોસ્ટપોન કરવામાં આવી છે અને અન્ય કોઈ ડેટ એનાઉન્સ થઈ નથી.
આ પણ વાંચોઃ રણવીર સિંહે પોતાના ડીપફેક બાબતે નોંધાવી FIR, વાયરલ વીડિયોથી થયો હતો હંગામો