ગુજરાતમાંથી કળિયુગની શરૂઆત થઈ, અખિલેશે માર્યો પીએમ મોદી – અમિત શાહને ટોણો
ફિરોઝાબાદ, તા. 23 ડિસેમ્બર, 2024: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ 22 ડિસેમ્બરના રોજ ફિરોઝાબાદ પહોંચ્યા હતા. ફિરોઝાબાદમાં તેમણે મૈનપુરીના પૂર્વ સપાના ધારાસભ્ય રાજુ યાદવના ઘરે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.
અખિલેશ યાદવે સંભલ અને અન્ય સ્થળોએ મંદિર મળવાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો ફિરોઝાબાદમાં પણ ખોદકામ કરવામાં આવે તો કંઇક ચોક્કસ મળી જશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘર ખોદવામાં આવશે તો ત્યાં પણ કંઈક બહાર આવશે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ફિરોઝાબાદમાં પોતાના ભાષણમાં કહ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાનું બલિદાન આપ્યું ત્યારથી કળિયુગની શરૂઆત થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતમાં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, તેથી આપણે કહી શકીએ કે કળિયુગની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તેમણે કહ્યું કે આપણી પાસે ઓછી માહિતી છે, અને કેટલાક લોકો પાસે આપણા કરતા વધુ માહિતી છે, પરંતુ મહાભારતમાં સ્પષ્ટ છે કે લોકો માત્ર સ્વાર્થ માટે એકબીજા સાથે જોડાયેલા હતા. મહાભારત દર્શાવે છે કે કોણ કોની સાથે સ્વાર્થી રીતે જોડાયેલું હતું, જોકે દરેક જણ જાણતું હતું કે સત્યનો વિજય થશે અને ન્યાયનો વિજય થશે.
फिरोजाबाद में ‘भागवत’ का सौभाग्य! pic.twitter.com/dbBIqJ9Zz5
— Akhilesh Yadav (@yadavakhilesh) December 22, 2024
આ પણ વાંચોઃ મોદી સરકારે દેશમાં વધુ 71,000 લોકોને આપી સરકારી નોકરી, જૂઓ વીડિયો