અમદાવાદની પુસ્તક પ્રેમી જનતા માટે કલમ કાર્નિવલનું આયોજન
નવભારત સાહિત્ય મંદિર દ્વારા અમદાવાદના સીજી રોડ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલમ કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં કવિ અંકિત ત્રિવેદી સહિત સમાજના કેટલાક પ્રતિષ્ઠિત લેખકો, સંપાદકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક મનુષ્યના જીવનમાં પુસ્તક મહત્વનો ભાગ ભજવે છે. કેહવાય છે કે સારા પુસ્તકો મનુષ્યને ગમે તેવી પરિસ્થિતી માંથી ઉગારી લે છે. ત્યારે પુસ્તકનુ મહત્વ સમજાવતા અમદાવાદના સીજી રોડ ખાતે કલમ કાર્નિવલ એટલે કે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓના દ્નારા જ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાતની જનતા પુસ્તક પ્રેમી છે સાહિત્ય ,ગઝલ અને કવિતાઓ સાથે આપણો જુનો નાતો છે. ત્યારે નવભારત સાહિત્ય મંદિર દ્વારા અમદાવાદ ખાતે કલમ કાર્નિવલ 2022નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પુસ્તક પ્રેમી લેખકો, સંપાદકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ બુક ફેર તારીખ 8 સપ્ટેમ્બરથી તા. 26 સપ્ટેમ્બર સુધી અમદાવાદની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમજ આ પુસ્તક મેળામાં સાહિત્યના પુસ્તક, વાર્તા સ્ટોરી, ગઝલ સહિત અનેક પુસ્તકોને કાર્યક્રમમાં મુકવામાં આવ્યા હતા.
પુસ્તક રસિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે બુક ફેરનું આયોજન કરતી હોય છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદની પુસ્તક પ્રેમી જનતા સારા પુસ્તકોના વાંચનનો લાભ ઉઠાવી શકે તે માટે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, જાણીતા કવિ અંકિત ત્રિવેદી સહિત કેટલાક નામી સાહિત્યકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.