ટ્રેન્ડિંગમનોરંજન

કાજોલે શેર કર્યો પોતાનો ફની વીડિયો, કહ્યું, થોડું ચીલ કરીએ, સેલિબ્રિટીઝે આપ્યા રિએક્શન્સ

Text To Speech
  • કાજોલે તેના અંદાજ મુજબ પોતાનો જ ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ક્યારેક તે ધડામથી પડી જાય છે, તો ક્યારેક પોતાના કો-સ્ટાર્સ ઉપર બેલેન્સ ગુમાવી બેસે છે

6 મે, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કાજોલ પોતાના બેબાક અંદાજ માટે ખૂબ લોકપ્રિય છે. તેનું હાસ્ય અને હ્યૂમર ફેન્સને ગમે છે. ફિલ્મોમાં દમદાર એક્ટિંગ ઉપરાંત મજાકિયા અંદાજ માટે જાણીતી અભિનેત્રી આજ કારણથી અન્ય કરતા અલગ પડે છે. તાજેતરમાં તેણે તેના અંદાજ મુજબ પોતાનો જ ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કારણે તેના મોજીલા અંદાજની ચર્ચાઓ પણ થઈ રહી છે. આ વીડિયોમાં ક્યારેક તે ધડામથી પડી જાય છે, તો ક્યારેક પોતાના કો-સ્ટાર્સ ઉપર બેલેન્સ ગુમાવી બેસે છે.

કાજોલે શેર કર્યો પોતાનો ફની વીડિયો

5 મેના રોજ વર્લ્ડ લાફ્ટર ડે હતો, આ વાતને ધ્યાનમાં રાખીને તેણે પોતાનો એક ફની વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં તેની કેટલીક જુની ક્લિપ્સ છે, જેમાં તે ચાલતા ચાલતા અચાનક પડતી દેખાય છે. વીડિયોની શરૂઆત એક દુર્ગા પંડાલની ક્લિપથી થાય છે. તેમાં તે મંચ પરથી ઉતરતી વખતે મોબાઈલમાં ધ્યાન હોવાના કારણે નીચે પડી જાય છે. બીજી ક્લિપમાં તે પોતાના બોડીગાર્ડ્સ પર પડે છે. એક વખત તે વરુણ ધવન સાથે ટકરાઈને પડે છે તો શૂટિંગ સમયે શાહરૂખ ખાન સાથે સાઈકલ અથડાવી દે છે, તમે પણ જુઓ કાજોલના ફની અંદાજ.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

કાજોલે આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે મેં મારી બધી ક્લિપ્સ જોઈ તો મને અહેસાસ થયો કે કેમેરા સામે મારો વ્યવહાર આશ્વર્યજનક રીતે બહેતર છે. તો આવો ચિલ કરીએ. કેટલાક વીડિયોને ફરી જોઈએ, જેણે લોકોને ખૂબ હસાવ્યા છે.

સેલિબ્રિટીઝે કર્યું રિએક્ટ

કાજોલના આ ફની વીડિયોને જોઈને ફેન્સથી લઈને સેલિબ્રિટીઝ સુધી દરેક વ્યક્તિ પોતાનું હાસ્ય રોકી શકતી નથી. ક્રિકેટર યુવરાજ સિંહે હસવાના ઈમોજી સાથે લખ્યું છે કે તમારી હંમેશા એક શાનદાર સ્થિરતા રહી છે. અન્ય ફેન્સે પણ વીડિયો એન્જોય કર્યો છે.

આ પણ વાંચોઃ ગોવિંદાએ ભાણેજ ક્રિષ્ના અભિષેક સાથેના અણબનાવનો કર્યો ખુલાસો, જાણો શું હતું કારણ

Back to top button