ટ્રેન્ડિંગનવરાત્રિ-2024મનોરંજનવીડિયો સ્ટોરી

દુર્ગા પંડાલમાં ક્યાંક પડતી તો ક્યાંક ભડકતી જોવા મળી કાજોલ, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ – 10 ઓકટોબર : બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તાજેતરમાં નવરાત્રીના ખાસ અવસર પર દુર્ગા પંડાલમાં પહોંચી હતી. હવે અભિનેત્રીના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તે અહીં ઘણા સેલેબ્સને મળતા અને ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે. જ્યારે પણ દુર્ગા પંડાલનું આયોજન કરવામાં આવે છે, ત્યારે બોલિવૂડ અને ટીવી જગતના તમામ સેલેબ્સ આ સેલિબ્રેશનનો ભાગ બની જાય છે. કાજોલ પણ દર વર્ષે દુર્ગા પંડાલમાં જોવા મળે છે. આ વખતે આ પંડાલમાં તેની સાથે કંઈક એવું બન્યું કે તેનો વીડિયો ચર્ચામાં આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

કાજોલની opps મોમેન્ટ
કાજોલની opps મોમેન્ટનો વીડિયો વાયરલ થયો છે. અહીં તેના કપડાંને લઈને કોઈ ગડબડ નથી થઈ. ઉલ્લેખનીય છે કે, કાજોલ ફ્લોરલ સાડીમાં સજ્જ થઈને પહોંચી હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ખુશ પણ દેખાઈ રહી હતી. અભિનેત્રી ક્યારેક લોકોને ગળે લગાવતી તો ક્યારેક કોઈની સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે સ્ટેજની સીડી પર ઉભી હતી, ત્યારે કાજોલ તેની પાછળ ઉભેલી મહિલાને એવી રીતે ગળે લગાવવા નીચે આવી કે પડતા પડતા બચી ગઈ.

વેલ, આ પહેલીવાર નથી જ્યારે કાજોલના પગ લથડયા હોય. તેના આવા વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ફરી એકવાર કાજોલ તેના પડવાના કારણે ચર્ચામાં છે. આ સિવાય કાજોલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. કાજોલને ગુસ્સામાં બૂમો પાડતી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પાપારાઝી પર ભડકતો વીડિયો વાયરલ
અભિનેત્રીએ ત્યાંના લોકોને પડતી સમસ્યાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી પાપારાઝી સાથે મોટેથી વાત કરતી જોવા મળે છે અને તેમને એક બાજુએ જવા માટે કહે છે જેથી અન્ય લોકો આગળ આવીને આરતી લઈ શકે. વાત એમ છે કે, પાપારાઝીઓની ભીડને કારણે લોકોને આગળ આવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેથી જ કાજોલે તેમની સમસ્યાનું સમાધાન કર્યું છે. આ ઉપરાંત, જે રીતે તે જયા બચ્ચનને ગળે લગાવી રહી છે અને તેની બહેન રાની મુખર્જીને મળી રહી છે તે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

આ પણ વાંચો : કેન્સર આનુવંશિક નહીં પણ લાઈફસ્ટાઈલને કારણે થાય છેઃ જાણો આ વિજ્ઞાનીએ શું આપી સલાહ?

Back to top button