ટ્રેન્ડિંગધર્મ

આજે અખંડ સૌભાગ્ય માટે કજરી ત્રીજઃ કુંવારિકાઓ કરશે ફૂલ કાજળી વ્રત

  • શ્રાવણ વદ ત્રીજના દિવસે કજરી ત્રીજ વ્રત રાખવામાં આવે છે
  • વિવાહિત મહિલાઓ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે
  • પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રખાય છે

હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ વદ ત્રીજના દિવસે કજરી ત્રીજ વ્રત રાખવામાં આવે છે. આ વખતે કજરી ત્રીજનો ઉપવાસ 2 સપ્ટેમ્બર અને શનિવારના ​​રોજ રાખવામાં આવશે. વિવાહિત મહિલાઓ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દેશના અમુક ભાગમાં આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

હિન્દુ ધર્મ અનુસાર વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે, બાળકો માટે પણ આ વ્રત રાખવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ વધે છે. આજના દિવસે વિવાહિત મહિલાઓ ઉપવાસ રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે.

આજે અખંડ સૌભાગ્ય માટે કજરી ત્રીજઃ કુંવારિકાઓ કરશે ફૂલ કાજળી વ્રત hum dekhenge news

જાણો વ્રતને લગતી મહત્ત્વની બાબતો

કજરી ત્રીજનો ઉપવાસ ખાસ કરીને રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના પ્રદેશોમાં મનાવવામાં આવે છે. આ વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે મનાવે છે. અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. આ ઉપવાસ ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ખાસ દિવસે ગાયની વિશેષ પૂજા કરવામાં આવે છે. કજારી ત્રીજના દિવસે ચંદ્રોદય બાદ પારણા કરવામાં આવે છે.

કજરી તીજ પૂજા વિધિ

કજરી તીજના દિવસે પૂજા કર્યા બાદ તળાવના કિનારે માટી ઘી ગોળ અને છાણની દિવાલ બનાવવામાં આવે છે અને તેની નજીક એક લીમડાની ડાળી વાવવામાં આવે છે. આ તળાવ જેવી આકૃતિમાં કાચું દૂધ અને પાણી રેડવામાં આવે છે. આ પછી, એક દીવો પ્રગટાવો અને પ્લેટમાં લીંબુ, કાકડી, કેળા, સફરજન, અખંડ દીવો વગેરે વસ્તુઓ મૂકવામાં આવે છે. આ પૂજામાં શૃંગારની વસ્તુઓ અર્પણ કરાય છે. ત્યારબાદ સાંજે ચંદ્રને અર્ઘ્ય આપવામાં આવે છે. અર્ઘ્ય આપતી વખતે હાથમાં ચાંદીની વીંટી અને ઘઉં લો અને ચંદ્રની પરિક્રમા કરો. આ દિવસે માલપુડાનો ભોગ અર્પણ કરવો જોઈએ.

આજે અખંડ સૌભાગ્ય માટે કજરી ત્રીજઃ કુંવારિકાઓ કરશે ફૂલ કાજળી વ્રત hum dekhenge news

કુંવારી કન્યા મનગમતા ભરથાર માટે કરે છે ફુલ કાજળી વ્રત

શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. આ વખતે આ વ્રત 2 સપ્ટેમ્બર, શનિવાર, 2023ના રોજ  ઉજવાશે. આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો પતિ મેળવવાના આશયથી કુંવારિકાઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની વદ ત્રીજે કુંવારિકાઓએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.

આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય.સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ.

આ પણ વાંચોઃ Janmashtami 2023: જન્માષ્ટમી પર ઠાકોરજીને ચઢાવો આ ભોગ, થશે કૃપા

Back to top button