ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો, જામીન ના મળતા જૂનાગઢ જેલ હવાલે
- ઉનામાં ભડકાઉ ભાષણ મામલે સિંગર કાજલ હિન્દુસ્તાની પર કેસ
- આજે કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીના જામીન પર સુનાવણી હાથ ધરાઈ હતી
- કોર્ટે આગામી 13મી તારીખ સુધી ચૂકાદો અનામત રાખ્યો
ગુજરાતના સોમનાથ જિલ્લામાં રામનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપવા મામલે કાજલ હિન્દુસ્તાની પર કેસ દાખલ કરવામા આવ્યો હતો. ઉનામાં રામનવમીના દિવસે થયેલી હિંસા પાછળ તેમનું નિવદેન કારણ માનવામાં આવે છે.
કોર્ટે જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો
રામનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપવા મામલે થોડા દિવસ પહેલા પોલીસે કાજલ હિન્દુસ્તાની ધરપક કરી હતી. મનાથ જિલ્લામાં રામનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપ્યું હતુ. તેના આ નિવેદનને કારણે ઉના શહેરમાં રામનવમીના દિવસે થયેલી હિંસક ઝડપ થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારે કાજલ હિંદુસ્તાનીએ ઉનામાં પોલીસના સામે આત્મસમર્પન કર્યું હતું.ત્યાર બાદ તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરવામા આવી હતી ત્યારે આ મામલે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલમાં વધારો થયો છે.
કાજલ હિન્દુસ્તાનીને હજુ પણ જેલમાં રહેવું પડશે
આજે ઉના સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસાનીના જામીન માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે કોર્ટે આગામી 13મી તારીખ સુધી ચૂકાદો અનામત રાખ્યો છે. જેથી હવે કાજલ હિન્દુસ્તાનીને 13 એપ્રિલ સુધી જૂનાગઢની જેલમાં જ રહેવું પડશે.
આ પણ વાંચો : ગુજરાતના 14 IASને સોંપાયો વધારાનો ચાર્જ, સામાન્ય વહીવટી વિભાગે કર્યા આદેશ