કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

Kajal Hindustani : ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દુસ્તાનીને રાહત, કોર્ટે કર્યા જામીન મંજુર

Text To Speech
  • ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ઉના સેશન્સ કોર્ટમાં સુનાવણી
  • કાજલ હિન્દુસ્તાનીના જામીન કોર્ટે કર્યા મંજૂર
  • 5 દિવસથી જૂનાગઢ જુડીસિયલ કસ્ટડીમાં હતા બંધ

સોમનાથ જિલ્લામાં રામનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપવા મામલે કાજલ હિન્દુસ્તાની પર કેસ દાખલ કરવામા આવ્યો હતો. ઉનામાં રામનવમીના દિવસે થયેલી હિંસા પાછળ તેમનું નિવદેન કારણ માનવામાં આવે છે.ત્યારે આ મામલે આજે ઉના સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં કોર્ટે કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજુર કરી દીધા છે.

કાજલ હિન્દુસ્તાની -humdekhengenews

કાજલ હિન્દુસ્તાનીના જામીન થયા મંજુર

રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત મળી છે. આજે ઉના સેસન કોર્ટ દ્વારા તેના જામીન મંજુર કરવામા આવ્યા છે.અગાઉ 11 એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો હતો.જેથી કાજલ હિન્દુસ્તાનીને જૂનાગઢની જેલમાં મોકલવામાં આવી હતી. ત્યારે આજે કાજલના જામીન મંજુર થયા છે. કોર્ટે 50 હજારના જામીન પર કાજલ હિન્દુસ્તાનીને મુક્ત કર્યા છે.

જાણો સમગ્ર ઘટના

સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે યોજાયેલ ધર્મસભામાં સિંગર કાજલ હિંદુસ્તાનીએ ‘ભડકાઉ ભાષણ’ આપવાના કેસમાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં. જે બાદ કાજલે ઉના એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી આ જામીન અરજી પર કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો.અને કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી દીધા હતા.જેથી 5 દિવસ બાદ કાજલ હિન્દુસ્તાની જેલની બહાર આવશે.

આ પણ વાંચો : બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, જાણો કોને સોંપાયું પદ

Back to top button