મનોરંજન

કર્ણાટકમાં કૈલાશ ખેર પર મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો, પોલીસે 2 લોકોની કરી ધરપકડ

હિન્દી સિનેમાના જાણીતા ગાયક કૈલાશ ખેર પર કર્ણાટકમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 29 જાન્યુઆરીના રોજ કૈલાશ ખેર એક મ્યુઝિક કોન્સર્ટ માટે કર્ણાટકમાં હાજર હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક વ્યક્તિએ કૈલાશ ખેર પર બોટલ ફેંકીને હુમલો કર્યો હતો. જો કે, ગાયકને કેટલા ઘાયલ થયા તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની ફિલ્મ માટે વિકી કૌશલ બન્યો ‘ડીજે મોહબ્બત’, અભિનેતાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

કૈલાશ ખેર પર હમ્પી ઉત્સવ દરમિયાન હુમલો

મળતી માહિતી અનુસાર, ગાયક કૈલાશ ખેર હમ્પી ઉત્સવને ધ્યાનમાં રાખીને કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન કૈલાશ ખેરને સ્થળ પર હાજર લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો. ભીડમાં હાજર 2 લોકોએ તેમની પાસે કન્નડમાં ગીત ગાવાની માંગણી શરૂ કરી, જેના કારણે આ બધો હંગામો થયો હતો. આ પછી બંને જણા બેકાબૂ બની ગયા અને કૈલાશ ખેર પર બોલોટ ફેંકીને તેમના પર હુમલો કર્યો. આ ઘટના જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોરને ઓળખીને તેની ધરપકડ કરી હતી. જો કે આ હુમલામાં ગાયક કૈલાશ ખેર કેટલા ઘાયલ થયા છે તેની માહિતી હજુ સામે આવી નથી.

કર્ણાટકમાં હમ્પી ફેસ્ટ ચાલુ છે

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 27 થી 30 જાન્યુઆરી સુધી ચાલનારા હમ્પી ફેસ્ટિવલ દરમિયાન, સિનેમા જગતના ઘણા કલાકારો આ ફેસ્ટનો ભાગ બની રહ્યા છે. આવા સમયે, 29 જાન્યુઆરીએ કૈલાશ ખેરે આ ફેસ્ટમાં પરફોર્મ કર્યું, આ વિશેની માહિતી કૈલાશ ખેરે પોતે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. પરંતુ એક કલાકાર પર આ પ્રકારનો હુમલો ખરેખર સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપે છે. આ ઘટના રાજ્યના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા કરે છે.

દર વર્ષે અહીં વિજય ઉત્સવ તરીકે હમ્પી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ઉત્સવ 27મી જાન્યુઆરીએ શરૂ થયો હતો અને ત્રણ દિવસ સુધી ચાલતો આ તહેવાર 29મી જાન્યુઆરીની સાંજે સમાપ્ત થયો હતો. રવિવારે સમાપન સમારોહ દરમિયાન, કૈલાશ ખેર અહીં પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવી રહ્યા હતા, ત્યારે તેમના પર બોટલ ફેંકવાની ઘટના બની હતી. કર્ણાટકમાં નવા વિજયનગર જિલ્લાની રચના બાદ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હમ્પી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું.

Back to top button