અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ નિધન, મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

Text To Speech

કડી, 4 ફેબ્રુઆરી : મહેસાણાના કડીના ભારતીય જનતા પાર્ટીના MLA કરશનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેઓની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. અમદાવાદ ખાતે સિવિલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

મોંઘીદાટ કાર નહીં પણ બસમાં કરતાં મુસાફરી

મહત્વનું છે કે, કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.

કરસનભાઈ સોલંકી એક પ્રામાણિક નેતા

MLA કરસનભાઈ સોલંકી એક પ્રામાણિક નેતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. કરશનભાઈ સોલંકી BJPમાંથી વર્ષ 2017 અને વર્ષ 2022માં ચૂંટણીમાં જીત મેળવી હતી. કરશનભાઈ સોલંકી તેમના સરળ સ્વભાવના કારણે પરિવાર અને પક્ષમાં લોકપ્રિય હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશનભાઈ સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા.

આજે કેન્સર દિવસ છે ત્યારે વધુ એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા હતા. કરસનભાઈ સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા. અમદાવાદ સિવિલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઈકાલે રાત્રે સારવાર દરમ્યાન કરશનભાઈ સોલંકીનું અવસાન થયું. MLA કરશનભાઈ સોલંકીનું ગંભીર બીમારીને પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતા.

આ પણ વાંચો :- તમિલનાડુના આ જિલ્લામાં બે દિવસ માટે કર્ફયૂ લગાવવામાં આવ્યો, જાણો કારણ

Back to top button