અફઘાનિસ્તાનમાં વિદેશ મંત્રાલયની બિલ્ડિંગના ગેટ પર વિસ્ફોટ, 20ના મોત
અફઘાનિસ્તાનના કાબુલમાં વિદેશ મંત્રાલયના ગેટ પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટ બપોરે થયો હતો. અફઘાનિસ્તાનના તુલો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. કાબુલ સિક્યોરિટી એજન્સીના પ્રવક્તા ખાલિદ ઝદરાને ટ્વીટ કરીને વિસ્ફોટની પુષ્ટિ કરી છે.
Afghanistan: Blast reported in front of Taliban Ministry of Foreign Affairs' building in Kabul
Read @ANI Story | https://t.co/HGr22zTSE7#Afganistan #AfganistanBlast #Taliban #Kabul pic.twitter.com/kZ8XFzGGoD
— ANI Digital (@ani_digital) January 11, 2023
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પીડિતોના મૃતદેહ રસ્તા પર દેખાય છે. અત્યાર સુધી, કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. ખાલિદ ઝદરાને કહ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટનો ભોગ બનેલા લોકોને કાબુલમાં વિદેશ મંત્રાલયની નજીકની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોના સંબંધીઓ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે. લોકો તેમના સંબંધીઓને શોધી રહ્યા છે જેમને બ્લાસ્ટમાં નુકસાન થયું છે.
Afghanistan | A spokesman for the Kabul security department, Khalid Zadran, in a tweet confirmed that the blast near the foreign ministry caused casualties. He added that the security forces have arrived at the scene, reports Tolo News
— ANI (@ANI) January 11, 2023
આર્મી એરપોર્ટ નજીક બ્લાસ્ટ
આ જ મહિનામાં અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં લગભગ 10 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ માહિતી આપી હતી કે અબ્દુલ નફી ટકકુરે કહ્યું હતું કે વિસ્ફોટ આર્મી એરપોર્ટના મુખ્ય દરવાજા પાસે થયો હતો.
Afghanistan | A blast occurred in front of the Ministry of Foreign Affairs in Kabul today afternoon, reports Tolo News
— ANI (@ANI) January 11, 2023
અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચીનના માલિકની હોટલને નિશાન બનાવવામાં આવી હતી. તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખા સાથે જોડાયેલા જૂથોએ વંશીય હજારા, અફઘાન શિયા, સૂફી અને અન્ય લોકોને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટો કર્યા, જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. ગયા વર્ષે 6 ડિસેમ્બરે અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદ બલ્ખમાં કરન્સી એક્સચેન્જ માર્કેટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.