ટ્રેન્ડિંગમનોરંજન

કભી કભી મેરે દિલ મેં… યુરોપના રસ્તા પર વૃદ્ધે ગાયું ગીત, બિગ બી પણ થયા ફેન 

Text To Speech
  • યુરોપના રસ્તા પર હાથમાં ગિટાર લઈને તુટી ફુટી હિન્દીમાં એક વૃદ્ધ અમિતાભ બચ્ચનની  ક્લાસિક ફિલ્મ ‘કભી કભી’નું ટાઈટલ ગીત ‘કભી કભી મેરે દિલ મેં’ ગાતા જોવા મળી રહ્યા છે

12 જુલાઈ, મુંબઈઃ કલ્કિ 2898 ADની સફળતાને એન્જોય કરી રહેલા અમિતાભ બચ્ચન ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત એવા સુપરસ્ટાર છે. તેમને ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકોનો અઢળક પ્રેમ મળ્યો છે. હવે યુરોપના એક વૃદ્ધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રસ્તા પર હાથમાં ગિટાર લઈને તુટી ફુટી હિન્દીમાં અમિતાભ બચ્ચનની 1976ની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘કભી કભી’નું ટાઈટલ ગીત ‘કભી કભી મેરે દિલ મેં’ ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હવે બિગ બીએ પોતે આ વીડિયોને ફરીથી શેર કરીને રિએક્શન આપ્યું છે.

ટ્વિટર પર અમિતાભ બચ્ચને આ વીડિયો ફરીથી શેર કર્યો છે અને લખ્યું છે, અમેઝિંગ! કભી કભી મેરે દિલ મેં હવે યુરોપમાં!! ટ્વીટ શેર થતાં જ ચાહકોએ હાર્ટ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી અને ખૂબ પ્રેમ વરસાવ્યો છે.

ફિલ્મની વાત કરીએ તો યશ ચોપરા દ્વારા નિર્દેશિત ‘કભી કભી’ ફિલ્મમાં શશિ કપૂર, ઋષિ કપૂર, વહીદા રહેમાન, રાખી ગુલઝાર, નીતુ કપૂર અને સિમી ગ્રેવાલ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક કભી કભી મેરે દિલ મેં લતા મંગેશકર અને મુકેશે ગાયું હતું. જ્યારે તેના લિરિક્સ સાહિર લુધિયાનવીએ લખ્યા છે.

કલ્કિમાં વખણાયો બિગ બીનો અભિનય

હાલમાં જ અમિતાભ બચ્ચનની કલ્કિ 2898 AD રીલીઝ થઈ હતી, જેમાં તેઓ અશ્વત્થામાના રોલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મે ભારતમાં 500 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં બિગ બીના રોલની સૌથી વધુ પ્રશંસા થઈ છે.

આ પણ વાંચોઃ અક્ષય કુમાર કોવિડ પોઝિટિવ, સરફિરાના પ્રમોશન દરમિયાન તબિયત બગડી

Back to top button