છેલ્લા ઘણા દિવસોથી કાળી પોસ્ટર વિવાદે જોર પકડ્યું છે ત્યારે આખરે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે આ વિવાદનો ઉલ્લેખ કર્યા વિના પીએમ મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું કે માતા કાલીના આશીર્વાદ હંમેશા ભારતની સાથે છે. આજે ભારત આ આધ્યાત્મિક ઉર્જા સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે,
माँ काली का वो असीमित-असीम आशीर्वाद हमेशा भारत के साथ है।
भारत इसी आध्यात्मिक ऊर्जा को लेकर आज विश्व कल्याण की भावना से आगे बढ़ रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 10, 2022
કાલી પોસ્ટર વિવાદ પર PM મોદીએ તોડ્યું મૌન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી આત્મસ્થાનંદ જીની જન્મ શતાબ્દી કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન તેમણે મા કાલીના વિવાદાસ્પદ પોસ્ટરનો ઉલ્લેખ કર્યા વગર દેશના સળગતા મુદ્દા પર પોતાનું નિવેદન આપ્યું હતું.
TMC પર સાધ્યું નિશાન
કાલી ફિલ્મ સાથે જોડાયેલા પોસ્ટર વિવાદને લઈને પીએમ મોદીએ મૌન તોડ્યું છે. તેમણે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તેમનું નામ લીધા વિના નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશને દેવીના આશીર્વાદ છે અને માતાની ચેતનાથી જ આગળનો રસ્તો મળશે. તેમના મતે, “આજે આખું વિશ્વ ટકાઉ જીવનશૈલી, શુદ્ધ જીવનશૈલી વિશે વાત કરી રહ્યું છે, આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ભારત પાસે હજારો વર્ષોનું જ્ઞાન અને અનુભવ છે. અમે સદીઓથી વિશ્વને આ દિશામાં લઈ ગયા છીએ.
પીએમ મોદીના જણાવ્યા અનુસાર, “સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એવા સંત હતા જેમને માતા કાલીનો સાક્ષાત્કાર હતો. જેમણે પોતાનું આખું જીવન માતા કાલીના ચરણોમાં સમર્પિત કર્યું હતું. તેઓ કહેતા હતા – આ સમગ્ર વિશ્વ, આ ચલ,અચલ બધું જ માતા કાલી છે. આ ચેતના બંગાળની કાલી પૂજામાં જોવા મળે છે.”