દારુના ભાવ થોડા ઘટાડો, જ્યોતિરાદિત્ય સિંધિયાના લોક દરબારમાં આવી વિચિત્ર અરજી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![jyotiraditya scindia_HD News](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/10/jyotiraditya-scindia.jpg)
ભોપાલ, 12 ફેબ્રુઆરી 2025: મધ્ય પ્રદેશના કોલારસમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના જન સુનાવણી કાર્યક્રમમાં એક મજૂરે વિચિત્ર માગ કરી હતી. કહેવાય છે જેલ રોડ નિવાસી નન્હે યાદવે સોમવારે દારુના ભાવ ઘટાડવાને લઈને અરજી આપી છે. અરજીમાં લખ્યું છે કે, તે મજૂરી કરે છે. આખો દિવસ થાક લાગ્યા પછી રાતમાં આરામ અને સારી ઊંઘ માટે દારુની મદદ લેવી પડે છે. હાલના સમયમાં દારુ એટલો મોંઘો થઈ ગયો છે કે અડધી મજૂરી તેમાં જ જતી રહે છે, જેથી પરિવારનું ભરણ પોષણ થતું નથી.
નન્હે યાદવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને દારુની કિંમત ઘટાડવા માટે સંબંધિત વિભાગને નિર્દેશ આપવા ભલામણ કરી હતી. જો કે પ્રશાસને તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, નન્હે યાદવની માગની અરજી હવે વાયરલ થઈ રહી છએ. નન્હે યાદવે જણાવ્યું કે, તેને ફક્ત એકલાની નહીં પણ સમગ્ર મજૂર સમાજની ચિંતા છે.
મજૂર વર્ગના મોટા ભાગના લોકો આખો દિવસ મહેનત કર્યા બાદ સાંજે થાક ઉતારવા માટે દારુની મદદ લેતા હોય છે. જો કે મોંઘા દારુના કારણે તેમના આર્થિક સ્થિતિ દિવસેને દિવસ ખરાબ થતી જાય છે. નન્હે યાદવે તેથી સિંધિયાને અપીલ કરતા દારુના ભાવ ઘટાડવાની માગ કરી છે. જેથી મજૂરો પર આર્થિક બોજ ન આવે અને પરિવારનું ભરણ પોષણ સારી રીતે કરી શકે.
આ પણ વાંચો: મહાકુંભમાં માઘ પૂર્ણિમા પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, 70 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું