IPL-2024વિશેષસ્પોર્ટસ

જસ્ટિન લેંગરે કેએલ રાહુલના ખભે બંદૂક મૂકી? – જાણો વિગતો

Text To Speech

 24 મે, અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન અને લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગરે તાજેતરમાં એક મોટો બોમ્બ ફોડ્યો છે. લેંગરનું નિવેદન આવનારા દિવસોમાં વિવાદ ઉભો કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. એવું લાગે છે કે પોતાની વાત કહેવા લેંગરે કેએલ રાહુલના ખભે બંદૂક રાખીને તેને ફોડી છે.

હાલમાં BCCI દ્વારા ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની જગ્યાએ કોને લઇ શકાય તે માટેની શોધખોળ ચાલી રહી છે. આ માટે સામે આવેલા કેટલાક નામોમાં જસ્ટિન લેંગરનું નામ પણ સામેલ હતું. પરંતુ ત્યારે લેંગરે પોતે આ જોબ એટલા માટે નહીં સ્વીકારી શકે કારણકે આ એક થકવી નાખતું કાર્ય છે એમ કહીને વાતને ટાળી દીધી હતી. પરંતુ હવે જે પ્રકારે જસ્ટિન લેંગરનું નિવેદન સામે આવી રહ્યું છે તે નક્કી વિવાદ ઉભો કરશે.

જસ્ટિન લેંગરે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ‘જ્યારે મેં આ બાબતે (ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા અંગે) કેએલ રાહુલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું કે, તમને ખબર જ છે કે એક IPL ટીમમાં કેટલું દબાણ અને રાજકારણ હોય છે, બસ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે તે દબાણ અને રાજકારણને એક હજાર વડે ગુણી નાખો.’

લેંગરનું કહેવું હતું કે તેને લાગ્યું કે આમ કહીને કેએલ રાહુલે મને સલાહ આપી છે. લેંગરની આ વાત શું કેએલ રાહુલના નામને ખરાબ નહીં કરે?

પરંતુ જસ્ટિન લેંગરના આમ કહેવાથી એ વાત ખુલ્લી પડી જાય છે કે IPLની ટીમોની અંદર ખેલાડીઓ, કેપ્ટન અને કોચ ઉપર ખૂબ દબાણ હોય છે અને ટીમની અંદર પણ રાજકારણ ચાલતું હોય છે. કેએલ રાહુલને ટાંકીને લેંગર દ્વારા કહેવામાં આવેલી વાત જે સાચી હોય તો તે ટીમ ઇન્ડિયા બાબતે પણ બહુ ચિંતાજનક કહી શકાય.

એવું માની લઇ શકાય કે આટલા બધા વર્ષોથી ટીમમાં જો ખેલાડીઓ પર ખૂબ દબાણ હશે તો તેમને રમવામાં કેટલી તકલીફ પડી હશે? આટલું જ નહીં ટીમમાં સ્થાન મેળવવા માટે કે પછી પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે પણ શું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને કોચને રાજકારણનો સામનો કરવો પડતો હશે?

એક બીજો પ્રશ્ન એ પણ થાય છે કે જે રીતે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક દ્વારા જાહેરમાં કેપ્ટન કેએલ રાહુલનું અપમાન કરવામાં આવ્યું હતું તે જોઇને જસ્ટિન લેંગરનું ટીમ અને IPLમાંથી એક જ સિઝનમાં મન ભરાઈ ગયું છે કે તેણે આ રીતનું નિવેદન આપીને છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો છે?

Back to top button