ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ગભરાયા કેનેડીયન PM ટ્રુડો, સ્પેશિયલ કેબિનેટ કમિટી બનાવી

  • વિશ્વના ઘણા દેશોની સરકારમાં તણાવનું વાતાવરણ, અમેરિકાના પડોશી દેશ કેનેડાએ ખુદ આ મામલે મોટું પગલું ભર્યું 

ઓટાવા, 8 નવેમ્બર: અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી વિશ્વના ઘણા દેશો ખુશ છે, તો ઘણા દેશોમાં તણાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આવો જ તણાવ અમેરિકાના પાડોશી દેશ કેનેડામાં પણ જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એટલા ચિંતિત થઈ ગયા છે કે, ગુરુવારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે કેનેડા-US સંબંધો પર સ્પેશિયલ કેબિનેટ સમિતિની પુનઃસ્થાપના કરી છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પોતે ગુરુવારે આ માહિતી આપી હતી.

સ્પેશિયલ કમિટી શું કરશે?

કેનેડા દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ કેબિનેટ સમિતિનું અધ્યક્ષપદ દેશના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને આપવામાં આવ્યું છે. તેઓ દેશના નાણામંત્રી પણ છે. આ સમિતિમાં વિદેશ, જાહેર સુરક્ષા અને ઉદ્યોગ મંત્રીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ભાવિ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓફિસમાં બીજી મુદત માટે ચૂંટાયા પછી કેબિનેટ સમિતિ મુખ્ય કેનેડા-US મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, PM જસ્ટિન ટ્રુડોની ઓફિસે ગુરુવારે જણાવ્યું હતું.

કેનેડાની નિકાસના 75 ટકા અમેરિકામાં થાય છે

હકીકતમાં, કેનેડા વિશ્વના સૌથી વધુ વેપાર આધારિત દેશોમાંનો એક છે. કેનેડાની નિકાસનો 75 ટકા અમેરિકા જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પના તેમના પ્રથમ કાર્યકાળમાં નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (NAFTA) પર ફરીથી વાટાઘાટો કરવા માટેના પગલા અને અહેવાલો કે તેઓ ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ પર વિચારણા કરી રહ્યા છે, તેનાથી કેનેડિયન સરકારને તણાવમાં આવી હતી. નાયબ વડાપ્રધાન ફ્રીલેન્ડે બુધવારે કહ્યું હતું કે, હું જાણું છું કે ઘણા કેનેડિયન ચિંતિત છે. પરંતુ હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે કેનેડા એકદમ સારું છે. તેમણે કહ્યું કે, અમેરિકા સાથે આપણા મજબૂત સંબંધો છે. ટ્રમ્પ અને તેમની ટીમ સાથે અમારા મજબૂત સંબંધ છે.

ટ્રમ્પ પહેલા પણ આવું કરી ચૂક્યા છે

કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. જો કે ટ્રમ્પે જસ્ટિન ટ્રુડો પર પણ ઘણી વખત ટીકા કરી છે. કેનેડાએ વર્ષ 2023માં તેના સૈન્ય બજેટ પર જીડીપીના 1.33 ટકા ખર્ચ કર્યા છે જ્યારે માંગ 2 ટકા છે. લગભગ 400,000 કેનેડિયનો દરરોજ વિશ્વની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે છે અને લગભગ 800,000 કેનેડિયનો યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે.

આ પણ જૂઓ: ડોનાલ્ડ ટ્રમ્પની જીતમાં બોલિવૂડના વાયરલ બૉયની ભૂમિકા, ઓરીએ સાબિતી દેખાડીને સેલિબ્રેટ કર્યું

Back to top button