ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢતા જસ્ટિન ટ્રુડોએ બદલ્યા સુર, જાણો શું કહ્યું

  • કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે: PM ટ્રુડો

ઓટાવા, 15 ઓકટોબર: કેનેડા સાથેના તણાવ વચ્ચે ભારતે તેના હાઈ કમિશન અને અન્ય રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતે દિલ્હીમાં 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે ભારતના આ કડક વલણ પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન બહાર આવ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, “કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર કેનેડા માટે આવું જ કરે. કેનેડાના નાગરિકોની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે.”

 

PM મોદી સાથે વાતચીત કરી હતીઃ ટ્રુડો

જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “હું સમજું છું કે તમારામાંથી ઘણા ગુસ્સે, નારાજ અને ગભરાયેલા છે. એવું ન થવું જોઈએ. કેનેડા-ભારતનો લાંબો ઈતિહાસ લોકો વચ્ચેના સંબંધો, વેપાર સાથે જોડાયેલો છે પરંતુ આપણે હવે જે જોઈ રહ્યા છીએ તે આપણે સહન કરી શકતા નથી. ગયા સપ્તાહના અંતે જ્યારે મેં PM મોદી સાથે વાત કરી ત્યારે મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સપ્તાહના અંતે સિંગાપોરમાં અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે અવિશ્વસનીય રીતે મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. તેઓ આ મીટિંગ વિશે જાણતા હતા અને હું પણ. તેમના પર દબાણ કર્યું કે, મીટિંગને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.”

અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતાઃ ટ્રુડો

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા-ભારતના સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્ત્વપૂર્ણ લોકશાહી છે. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. આપણે સાથે રહેવાનું છે. અમારે લડાઈ જોઈતી નથી. તેથી દરેક પગલા પર અમે જે કંઈપણ જાણીએ છીએ તેની માહિતી ભારતને આપી છે.

જસ્ટિન ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કર્યું

ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને આપણા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. ટ્રુડોએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમણે કહ્યું કે, આ સંદર્ભે અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે અને તેમને આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર અમારી સાથે કામ કરવાની અપીલ કરી છે. કેનેડાના પીએમે આરોપ લગાવ્યો કે, આ હોવા છતાં તેમની તપાસ એજન્સીઓ દ્વારા સહકાર આપવામાં આવ્યો નથી.

આ પણ જૂઓ: ભારતની વધુ એક કડક કાર્યવાહી, 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ

Back to top button