જસ્ટિન ટ્રુડો ખરેખર ખુરશી લઈને ચાલવા લાગ્યા, ફોટો થયો વાયરલ


ઓટ્ટાવા, 11 માર્ચ, 2025: કેનેડાના ભારત વિરોધી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સ્થાને નવા વડાપ્રધાનની નિયુક્તિ થઈ ગઈ છે. ગઈકાલે સોમવારે કેનેડાના શાસક પક્ષે ટ્રુડોના સ્થાને નવા નેતાની પસંદગી કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. નવનિયુક્ત વડાપ્રધાને પક્ષનો આભાર માન્યો અને પોતાની વાત રજૂ કરી અને ત્યારબાદ વિદાય લઈ રહેલા ટ્રુડોએ બોલવાનું શરૂ કર્યું હતું.
જોકે, ત્યારબાદ જે કંઈ બન્યું એ જોઈને સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા હતા એટલું જ નહીં પરંતુ ટ્રુડોની એ તસવીર દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ.
વિદાય લઈ રહેલા ટ્રુડોએ તેમનું પ્રવચન પૂરું કર્યા બાદ છેલ્લે કહ્યું કે, અચ્છા ઓકે તો હવે હું જાઉં છું. એમ કહીને પોતે જે ખુરશી ઉપર બેઠા હતા તે ખુરશી ઉઠાવી લીધી અને તે લઈને ચાલવા માંડ્યા. એ દરમિયાન તેમણે ફોટોગ્રાફરો સામે લાંબો જીભડો કાઢીને ચેનચાળા પણ કર્યા હતા.
View this post on Instagram
ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનથી ચાલી રહેલી ટ્રુડોની સરકારને થોડા મહિના પહેલાં ખાલિસ્તાની પક્ષે ટેકો પાછો ખેંચી લઈને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ભારત સામે શિંગડા ભેરવવાનો પ્રયાસ કરનાર ટ્રુડો ત્યારબાદ બધી બાજુથી ફસાઈ ગયા હતા. છેલ્લે અમેરિકામાં પણ સત્તા પરિવર્તન થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને વધુ ભીંસમાં લેવાનું શરૂ કર્યું હતું જેને પગલે તેમણે હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.
ગઈકાલે સોમવારે કેનેડાના શાસક પક્ષ લિબરલ પાર્ટીએ માર્ક કાર્ની નામના એક બેંકરની આગામી વડાપ્રધાન તરીકે પસંદગી કરી હતી.
આ પણ વાંચોઃ અમેરિકાના ગુપ્તચર વિભાગના વડા તુલસી ગબાર્ડ ભારતમાં આવશે,જાણો તેમની આ મુલાકાત કેટલી મહત્ત્વની?