મનોરંજન

જસ્ટિન-હેલી બીબરે રમઝાનમાં ‘રોઝા’ રાખવા પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ગૌહર ખાન ગુસ્સે થઈ ગઈ અને કપલને ‘મૂર્ખ’ કહ્યા

Text To Speech

તાજેતરમાં જ હોલિવૂડ કપલ જસ્ટિન બીબર અને હેલી બીબરે રમઝાનમાં ‘રોઝા’ રાખવાના કોન્સેપ્ટ પર નિવેદન આપ્યું હતું, જેના પર ગૌહર ખાન ગુસ્સે થઈ ગઈ હતી. વાંચો આ અહેવાલ…

ગૌહર ખાને જસ્ટિન-હેલીને કહ્યા મુર્ખ

હોલીવુડ દંપતી જસ્ટિન બીબર અને તેની પત્ની હેલી બીબર આ દિવસોમાં તેમની એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જસ્ટિન બીબર અને હેલી બીબરને રમઝાનમાં રોઝાની મજાક ઉડાવવા બદલ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દે અભિનેત્રી ગૌહર ખાન ગુસ્સે ભરાઈ હતી. ગૌહરે પણ આ પાવર કપલને સોશિયલ મિડીયાથી વળતો જવાબ આપતા બંન્નેને ‘ઈડિયટ’ કહ્યા હતા.

Gauhar Khan Justin and Hailey Bieber

ગૌહર ખાનનો ગુસ્સો જસ્ટિન-હેલી પર ફાટી નીકળ્યો

ગૌહર ખાને તેની ઈન્સ્ટા સ્ટોરી પર જસ્ટિન અને હેઈલીના ઈન્ટરવ્યુની ક્લિપ શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું કે, “જસ્ટિન અને હેલી પવિત્ર રમઝાનમાં ‘રોઝા’ની મજાક ઉડાવી રહ્યા છે. આ બાબત સાબિત કરે છે કે તેઓ કેટલા મૂર્ખ છે. હું ઈચ્છું છું કે કદાચ તેઓ વિજ્ઞાન અને રોઝાના કારણે થતાં સ્વાસ્થ્યના લાભો વિશે જાણતા હોત. તમારે જસ્ટિન અને હેલીને શિક્ષણની જરૂર છે. દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે, પરંતુ તેને કેવી રીતે રજૂ કરવો તે માટે સમજદાર બનવું જોઈએ.

 

જસ્ટિન-હેલીએ રોઝા પર કહી હતી આ વાત

તમને જણાવી દઈએ કે જસ્ટિન અને હેલીએ રોઝા રાખવાને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખોરાક ન ખાવાથી શરીરને પોષણ મળતું નથી. હેલીએ રોઝા રાખવાના કોન્સેપ્ટ પર કહ્યું હતું કે તેમાં સેંસ(અર્થ) જ નથી. રમઝાન દરમિયાન ટીવી, મોબાઈલ જેવી વસ્તુઓ બંધ કરવી જોઈએ, ખાવાનું નહીં. જસ્ટિને કહ્યું હતું કે ખાવાથી મગજ ચાલે છે અને જો તે જ ન ખાય તો તે તેની સમજની બહાર છે.

જસ્ટિન બિબર રોઝા-humdekhengenews

ગૌહર પણ દર વર્ષે રાખે છે રોઝા

જણાવી દઈએ કે અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઘણા સેલેબ્સે રોઝા રાખ્યા છે. ગૌહર પણ દર વર્ષે રોઝા રાખે છે, પરંતુ આ વખતે તેણે રોઝા નથી રાખ્યા, કારણ કે તે મા બનવાની છે. જો કે, તે 5 વખત નમાઝ અદા કરી રહી છે.

આ પણ વાંચો: કંગનાએ પ્રિયંકા મામલે સવાલ ન થતા માર્યો ટોણો, કહ્યું-

Back to top button