ટોપ ન્યૂઝનેશનલ

આજે શપથ લેશે જસ્ટિસ લલિત, ટ્રીપલ તલાક જેવા ચુકાદાઓ આપી ચૂક્યા છે

Text To Speech

જસ્ટિસ યુયુ લલિત ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. તેઓ દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત શનિવારે સવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા CJI ને શપથ અપાવશે. શપથ દરમિયાન પરિવારની ત્રણ પેઢીઓ હાજર રહેશે. તેમના 90 વર્ષીય પિતા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે. કોર્ટ- કટહરી કે વકીલાત આ પરિવાર માટે નવી વાત નથી. જસ્ટિસ લલિત બે મહિના, બે અઠવાડિયા એટલે કે કુલ 75 દિવસ સુધી સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે. જસ્ટિસ યુયુ લલિત 9 નવેમ્બરે નિવૃત્ત થશે. આ પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ ચંદ્રચુડ બરાબર બે વર્ષ એટલે કે 10 નવેમ્બર 2025 સુધી આ પદ સંભાળશે.

મહારાષ્ટ્રમાં થયો હતો જન્મ

ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. તેઓ જૂન 1983માં મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલમાં વકીલ તરીકે દાખલ થયા હતા. જાન્યુઆરી 1986માં તેઓ દિલ્હી આવ્યા પહેલા તેણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા

ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. લલિત ઘણા હાઈ-પ્રોફાઈલ કેસ સાથે સંકળાયેલા છે. તેમાં કાળિયાર શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનનો કેસ પણ સામેલ છે. તેમણે ભ્રષ્ટાચારના કેસમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને તેમની જન્મતારીખ સંબંધિત કેસમાં ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.સાથે જ ટ્રિપલ તલાક, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર રાજવી પરિવારનો દાવો અને POCSO સંબંધિત કાયદા વગેરેણાં નિર્ણયો તેમણે સાંભળકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 102 વર્ષથી તેઓનું ફેમિલી ન્યાયતંત્રમાં મહત્વનાં હોદ્દાઓ પર છે. તેઓનાં દાદા રંગનાથ લલીત એડવોકેટ રહી ચૂક્યા છે. તેઓનાં પિતાજી હાઇકોર્ટનાં જજ રહી ચૂક્યા છે. આ ત્રીજી પેઢી છે જે ન્યાયપ્રણાલીનો હિસ્સો છે અને આજે સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે જસ્ટિસ યુયુ લલિત શપથ લેવા જઈ રહ્યા છે.

Back to top button