આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘નેહાને ન્યાય’ અપીલ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં દર્શાવવામાં આવી છે; વીડિયો વાયરલ થયો (જુઓ)

બેંગલુરુ, 29 એપ્રિલ, 2024: કર્ણાટકના હુબલીમાં 23 વર્ષીય વિદ્યાર્થી નેહા હિરેમથની હત્યાની ગુંજ માત્ર ભારતમાં નહીં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. અમેરિકાના ન્યૂયોર્કના સુવિખ્યાત ટાઇમ્સ સ્ક્વેર સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘાતકી હત્યા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ભારતીય ડાયસ્પોરાની આગેવાની હેઠળ પ્રદર્શનકારીઓએ “લવ જેહાદ” અને હિન્દુ મહિલાઓ સામેની હિંસા સામે ચિંતા વ્યક્ત કરીને ન્યાયની માંગ કરી હતી. ગયા અઠવાડિયે નેહાની ફયાઝ ખોંદુનાઇક દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી કેમ કે નેહાએ ફયાઝની પ્રેમની પ્રપોઝલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ઘટના બાદ નેહાના પિતાએ બળજબરીથી ધર્મ પરિવર્તનના હેતુઓ પર આરોપ લગાવ્યો હતો.

ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર ઉપર કર્ણાટકમાં લવ જેહાદનો ભોગ બનેલી નેહા માટે ન્યાય માગતી તસવીરો હાઈલાઈટ થઈ… જૂઓ વીડિયો

કર્ણાટકના હુબલીના કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી નેહા હિરેમથની ઘાતકી હત્યાની ઘટના આંતરરાષ્ટ્રીય સરહદો વટાવીને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ખળભળાટ મચી ગઈ છે. આ આક્રોશ પ્રદર્શનનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે “નેહા માટે ન્યાય“, “લવ જેહાદ રોકો,” અને “હિંદુ છોકરીને બચાવો” લખેલાં બેનરો સાથે રેલી કાઢી હતી અને આ ઘટના તરફ સૌનું ધ્યાન દોર્યું હતું.

18 એપ્રિલના રોજ કર્ણાટકના હુબલીમાં બીવીબી કોલેજ કેમ્પસમાં 23 વર્ષની એમસીએની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની નેહા હિરેમથની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર આ જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ફયાઝ ખોન્દુનાઈકે નેહા પર હુમલો કર્યો હતો. આ હિંસાખોરે નેહાના ગળામાં અને પેટમાં છરીના ઘા માર્યા હતા. હુમલાખોર અને પીડિતા બંનેને ત્યારબાદ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં નેહાને મૃત જાહેર કરવામાં આવી. નેહાના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હત્યા પાછળનો હેતુ ‘લવ જેહાદ‘ નો છે.

આ ઘટનાએ આખા ભારતમાં વ્યાપક આક્રોશ જગાવ્યો છે એટલું જ નહીં પરંતુ ન્યુ જર્સીમાં વિશાળ રેલી સહિત વૈશ્વિક વિરોધ પણ થયો છે. ટાઈમ્સ સ્ક્વેર ખાતેના આ દેખાવો દ્વારા ન્યુ જર્સીમાં પ્રદર્શનકારીઓનો ઉદ્દેશ્ય જાગૃતિ કેળવવાનો અને બળજબરીથી ધર્માંતરણ, બળાત્કાર અને હિંદુ મહિલાઓને નિશાન બનાવતી હિંસા સામે પગલાં લેવાનો પણ હતો. ટાઇમ્સ સ્ક્વેર ખાતેનું પ્રદર્શન ખાસ કરીને અલગ હતું, જેમાં નેહાની છબી સાથે “સેવ હિંદુ દીકરી“ના સંદેશ સાથે ન્યાય માટે ઝુંબેશને વેગ આપ્યો હતો.

આ પણ વાંચોઃ કર્ણાટક લવ જિહાદ / ફૈયાઝે નેહાને આપ્યું હતું દર્દનાક મોત, પિતાએ કહ્યું- મારા પુત્રને એવી સજા આપો કે…

Back to top button