ગુજરાતટોપ ન્યૂઝશ્રી રામ મંદિર

અમદાવાદથી અયોધ્યા માત્ર બે કલાકમાં, રામ ભક્તોમાં ઉત્સાહ વધ્યો

Text To Speech
  • અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • સવારે 6 કલાકે ટેકઓફ થશે અને 8 વાગ્યે અયોધ્યા પહોંચશે
  • 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અયોધ્યાની ફ્લાઈટ ઓપરેટ કરશે

અમદાવાદથી અયોધ્યા માત્ર બે કલાકમાં પહોંચી જવાશે. તેથી રામ ભક્તોમાં ઉત્સાહ વધ્યો છે. અમદાવાદથી સીધા અયોધ્યા માટે સ્પાઇસ જેટ દ્વારા અયોધ્યાની ફ્લાઈટ શરુ કરાશે. સ્પાઇસ જેટ બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ ઓપરેટ કરશે. તેમાં સવારે 6 કલાકે ટેકઓફ થશે અને 8 વાગ્યે અયોધ્યા પહોંચશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે ઠંડીથી આંશિક રાહત, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન 

1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અયોધ્યાની ફ્લાઈટ ઓપરેટ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ભગવાન રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખુબ ઉત્સાહિત છે, ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.

અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ

અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.

Back to top button