શું તમને પણ રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી ?, તો અપનાવો આ ટ્રીક
જેમ આપણા શરીરને પાણી અને ખોરાકની જરૂર હોય છે તેમ તેને સારી ઊંઘની પણ જરૂર હોય છે. ઊંઘનો આપણા સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ છે. એક પુખ્ત વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન લે તો તેને સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ, અલ્ઝાઈમર અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ જેવી કે તણાવ, ડિપ્રેશન જેવા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રોગો થઈ શકે છે. આજના ભાગ દોડ ભર્યા જીવનમાં ના તો આપણે સારુ ભોજન લઈએ છે ના તો પુરતી ઊંઘ. પણ ઘણીવાર એવુ થાય છે કે આપણે ઊંઘ આવી છેનો અનુભવ તો થાય છે પણ જ્યારે સુવા જઈએ છે ત્યારે ઊંઘ નથી આવતી જેના કારણે આપડે સમય વ્યતિત કરવા ફોનનો સહારો લઈ છે પણ તેના કારણે આપણી ઊંઘ વધારે ખરાબ થાય છે. તો તમે કહેશો કે તો પછી ઊંઘ કેવી રીતે લાવવી. ઊંઘ ના આવવાના પેહલા તો કોઈને કોઈ કારણ હોય છે એટલે પેહલા એ જાણીશું.
ઊંઘ ન આવવાના આ છે કારણો:
સ્ટ્રેસ લેવાથી:
રાત્રે મોડે સુધી જાગવાનું સૌથી સામાન્ય કારણ છે સવારે મોડે સુધી સુઈ રહેવું. જો તમે સવારે વહેલા ઉઠો છો અને આખો દિવસ કામ કરો છો તો તમને આપોઆપ ઊંઘ આવી જશે. પરંતુ જો તમે સવારે વહેલા ઉઠો છો, તેમ છતાં મોડી રાત સુધી ઊંઘના આવતા બાજુઓ બદલતા રહો છો, તો તેનું કારણ તણાવ હોઈ શકે છે. તણાવ હેઠળ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધી જાય છે, જેના કારણે મન આરામની સ્થિતિમાં આવી શકતું નથી અને ઊંઘવામાં તકલીફ પડે છે. આથી વાતે વાતે સ્ટ્રેસ લેવાને બદલે થોડા શાંત રહો અને પહેલા તો ભવિષ્યને કે કોઈ અન્ય બાબતને લઈને ચિંતીત છો તો તે વાતને રાત્રીના સમયે યાદ કરવાનું ટાળો.
વધુ પડતી ચા-કોફી
વધુ પડતી ચા-કોફી પીવાથી પણ ઊંઘમાં ખલેલ પડે છે. રાત્રે પણ ચા-કોફીનું સેવન ન કરવું જોઈએ. રાત્રે ભૂલથી પણ ચા-કોફીનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં, કેફીનયુક્ત પીણાંના કારણે શરીરમાં એડ્રેનલ નામનો હોર્મોન બહાર આવે છે, જે આપણને ઉર્જાથી ભરી દે છે, આ સિવાય સ્લીપ એપનિયા, અનિદ્રા, ડિહાઈડ્રેશન, બેઠાડુ જીવન, સૂતા પહેલા ફોનનો ઉપયોગ આ બધા કારણોથી પણ ઊંઘ ડિસ્ટર્બ થાય છે.
ત્યારે હવે ઊંઘ લાવવા શું કરવું.
અપનાવો ઈલાજ:
હાલ આ કોઈ પધ્ધતિ કે કોઈ ઈલાજ નથી પણ આ મનને શાંત કરવાની એક ટેકનિક છે. જેને હાલ ફોરેનરો 4-7-8 ઊંઘની પદ્ધતિ નામથી ઓળખે છે. આ તકનીક ખૂબ જ ઉપયોગી છે. આ એક પ્રકારની કસરત છે જે સૂતા પહેલા શ્વાસને નિયંત્રિત કરવા અને શરીરને આરામ આપવા માટે કરવામાં આવે છે. આ પદ્ધતિનો પ્રયાસ કરતી વખતે, લોકોએ પહેલા તેમના ઉપરના આગળના દાંતની પાછળ તેમની જીભને સ્પર્શ કરવી પડશે.આ પછી, તમે તમારા નાક દ્વારા એક થી ચાર મનમાં ગણતા સુધી શ્વાસ લો. હવે તમારા શ્વાસને સાત સેકન્ડ માટે રોકો. અને પછી આઠ સેકન્ડ માટે તમારા શ્વાસને તાકાતથી છોડો. આના બદલે તમે નોર્મલી પણ થોડી વાર શ્વાસ લઈ રોકી અને બહાર કાઢો. આમ, પાંચ થી છ વાર કરતા તમારું મન શાંત પડી જશે. તેનાથી વધારે પણ તમે કરી શકો છો. આ રીત તણાવ ઘટાડી શકે છે, હૃદયના ધબકારા સામાન્ય કરી શકે છે, હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અને પાચનમાં પણ સુધારો કરી શકે છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં ખેલૈયાઓની સાથો સાથ ખાવાના શોખીનો માટે સારા સમાચાર